<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

જુનાગઢથી ઝડપાયેલ સાયબર ફ્રોડના નાણા ટ્રાન્‍સફર કરાવતી ગેંગના રિમાન્‍ડની તજવીજ

૪૨ બેન્‍ક એકાઉન્‍ટમાંથી ૫૦ કરોડનું સાયબર ફ્રોડ કર્યુઃ સાયબર પોલીસ સ્‍ટેશન જુનાગઢ રેન્‍જ દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૭: બેંક એકાઉન્‍ટોમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્‍સફર કરાવતી ગેંગને સાયબર પોલીસ સ્‍ટેશન જુનાગઢ રેન્‍જની ટીમે ઝડપી પાડેલ છે.

જુનાગઢ રેન્‍જ, જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા અપાયેલ સુચના બાદ  ૮ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અલગ અલગ કુલ-૨૦૦ જેટલા બેંક એકાઉન્‍ટોની સંડોવણી પ્રાથમિક રીતે ખુલી આવેલ અને હાલમાં કુલ-૮૨ બેંક એકાઉન્‍ટ વિરૂધ્‍ધ આખા દેશમાં NCCRP પોર્ટલ પર કુલ-૧૫૨ ઓનલાઈન કંપ્‍લેઈન નોંધાયેલ છે. જે પૈકી કુલ-૪૨ બેંક એકાઉન્‍ટોમાં રૂ.૫૦,૦૦,૩૨,૩૬૬ /- (પચાસ કરોડ બત્રીસ હજાર ત્રણસો છાસઠ)નું સાયબર ફ્રોડ કરેલ છે.તે બાબતની હકિકત મળેલ છે અને બીજા બેંક એકાઉન્‍ટન્‍ટ્‍સની વિગત મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે.

પોલીસ દ્વારા અભિષેક ઉર્ફે અભી શાંતીલાલ માથુકીયા ઉ.વ.૨૮, ધંધો.વેપાર રહે. મુળ સમઢીયાળા તા.મેંદરડા, જી.જુનાગઢ,  હાલ અમદાવાદ ન્‍યુ રાણીપ, જી.એસ.ટી.બ્રીજ, દિગવિજય નગર, સનરીયલ હોમ્‍સ એલ-૪૦૧, (૨) સચિન ઉર્ફે ભોલો ગોવિંદભાઈ વોરા ઉ.વ.૨૮, ધંધો.વેપાર રહે. મુળ દાદરગીર, તા. વિશાવદર,જી.જુનાગઢ,હાલ અમદાવાદ,ન્‍યુ રાણીપ,જી.એસ.ટી.બ્રીજ,દિગવિજય નગર સનરીયલ હોમ્‍સ ઓ/૧-૧૦૪, (૩) આર્યન ઉર્ફે દાતાર મહેબુબભાઈ પઠાણ ઉ.વ.૨૩ ધંધો.વેપાર રહે.દાતારરોડ, દાતાર બાપુની દરગાહ સામે.જુનાગઢ (૪) ધર્મેશ હરસુખભાઈ ગોહિલ,ઉ.વ.૨૭, ધંધો.પ્રા.નોકરી (સેલ્‍સમેન) રહે.મધુરમ ત્રીલોકનગર, અક્ષર રેસીડન્‍સી-૨, ક્રિષ્‍ના પ્રોવિઝન સ્‍ટોર ની સામે,જુનાગઢ , (૫) સતિષ દેવરાજભાઈ કરમટા ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. લીરબાઈ પરા, ગાંધીગ્રામ, જુનાગઢ, (૬) અબ્‍દુલકરીમ હશનભાઈ જેઠવા ઉ.વ.૩૨ ધંધો.વેપાર, રહે.જુનાગઢ, જુની સીવીલ હોસ્‍પિટલની સામે, હેઠાણ ફળીયા, પાડાવાળા ચોક, અયુબાઈ બગીવાળાની બાજુમાં, (૭) આશીફ રહીમભાઈ બેલીમ ઉ.વ.૩૩, ધંધો.રિ.ડ્રા. રહે, હેઠાણ ફળીયા, જુના સરકારી હોસ્‍પીટલની સામે, ખોજાવાડ, ગરબી ચોક પાસે, જુનાગઢ , (૮) નયાના ઇન્‍દ્રવદનભાઈ દેવીજીભાઈ ટાંક ઉ.વ.૪૬, ધંધો,ઘરકામ રહે.જુનાગઢ, જવાહર રોડ, સ્‍વામી મંદિરની બાજુમાં, મીરા એપાર્ટમેન્‍ટ ની બાજુની ગલીમાં, ની કામે ગુજરાત રાજ્‍ય બહારના અન્‍ય લોકોની પણ સંડોવણી બહાર આવેલ છે જે બાબતે તપાસ ચાલુ છે. અને રિમાન્‍ડની તજવીજ હાથધરી છે.આ કામગીરીમા સી.વી.નાયક, પોલીસ ઇન્‍સ્‍પેકટર, વી.એમ.જોટાણીયા પોલીસ વાયરલેસ ઇન્‍સપેકટર, એન.એ.જોષી પોલીસ વાયરલેસ સબ ઇન્‍સપેકટર, બી.ડી.માવદીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, બી.આર.જોગલ, પોલીસ વાયરલેસ સબ ઇન્‍સ્‍પેકટર, એ.એસ.આઈ. ગીરુભા વાઘેલા, સંજયભાઈ કોઠીવાર, ઝમીરભાઈ બ્‍લોચ, પિયુષભાઈ ચાવડા,ટી.ઓ. વિશાલ જોષી,રવી ગૌહલ, હેમંત સોંદરવા, તથા પો.હેડ કોન્‍સ. નીલેશભાઈ પરમાર, ભરતભાઈ ચાવડા, જિતેન્‍દ્ર બાવરીયા, ભનુભાઈ ઓડેદરા તથા પો.કોન્‍સ. કેતન મકવાણા, અરવીંદભાઈ વાવેચા,મહેશભાઈ સોંદરવા, મુળુભાઈ ખટાણા,ગીગાભાઈ કાગડા,અરવીંદભાઈ સોલંકી તથા વુ.પો.કોન્‍સ. શબનમ શેખ, અસ્‍મિતા મોકરીયા વિગેરે સ્‍ટાફ જોડાયો હતો.

(12:29 PM IST)