<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ત્રાપજ નજીક બનેલા અકસ્માતને પગલે ભાવનગરના મેયર અને પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭ : ત્રાપજ નજીક બંધ પડેલ ડમ્પર ટ્રકની સાથે ખાનગી બસનો હૃદય વલોવાઈ જાય એવો ગમખ્વાર અકસ્માત બનવા પામેલ. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તેની ચિંતા કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી  નિમુબેન બાંભણીયા એ સંવેદના વ્યકત કરતા ભાવનગરના સર ટી હોસ્પિટલ અને તળાજાના હોસ્પિટલમાં પીડિતોને તાત્કાલીક સારવાર મળે તેવી સૂચનાઓ આપી દીધેલ. સાથે સત્ર શરૂ હોવા છતાં ઘટનાની તાજી જાણકારી અને સૂચનો માટે જરૂરી લોકો સાથે સતત સંપર્ક કરી રહ્યા છે, તેમજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ  અભયસિંહ ચૌહાણ ની સૂચનાથી શહેર સંગઠન તેમજ મેયર શ્રી ભરતભાઇ બારડ સહિત ચૂંટાયેલા  અન્ય પદાધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. સત્ર શરૂ હોવા છતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન થોડી થોડી વારે સંપર્ક કરીને ચિંતા જતાવી રહ્યા છે, ત્યારે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે પણ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સાથે બનાવ અંગે ચર્ચા કરેલ. શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓએ દારુણ અકસ્માત અંગે દુઃખ અને સંવેદના વ્યકત કરીને પોતપોતાની માનવીય જવાબદારીઓ સંભાળવા લાગ્યા હતા.

 

(12:46 PM IST)