તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ગોંડલના ગુંદાસરા ગામે પ્રેમ સંબંધની શંકાએ આશિષ રોમાલીયાએ ધમકી આપી

રાજકોટ, તા. ૧૭ : ગોંડલના ગુંદાસરા ગામે પ્રેમ સંબંધની શંકાએ મહિલા સહિત બેને ધમકી અપાતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાસરા ગામે રહેતા ધીરજભાઇ ઉર્ફે ધીરો દિલીપભાઇ શીશાગીયાએ તે જ ગામના આશિષ રમશેભાઇ રામોલીયા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ સાહેદ ઝલકબેન સાથે અગાઉ મૈત્રી કરાર કરેલ અને બાદમાં અલગ થઇ ગયેલ હોય અને ફરીયાદી તથા સાહેદ ઝલકબેન ગ્રામ પંચાયતમાં સાથે કામ કરતા હોય કામ સબબ બન્ને વાતચીત કરતા હોય આરોપીએ બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા રાખી ફરીયાદી તથા સાહેદ ઝલકબેન સાથે બોલાચાલી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે આરોપી આશિષ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
