તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
પોરબંદરના દરિયામાં રાત્રે એલઇડીની પાવરફુલ લાઇટથી ગેરકાયદે ફિશીંગ કરતા ૩ માછીમારો ઝડપાયા
દરિયામાં રાત્રીના એલઇડીની લાઇટનો પ્રકાશ ફેંકતા સમૂહમાં માછલીઓ ખેંચાઇ આવે છેઃ ગેરકાયદે ફિશીંગ કરનાર ૩ માછીમારો ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ- ૨૦૦૩ મુજબ ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ : દરિયામાં રાત્રે એલઇડીની પાવરફુલ લાઇટથી ગેરકાયદે ફિશીંગ કરતા ૩ માછીમારો હાર્બર મીરન પોલીસે પકડીને ગુજરાત મત્સયોધોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ ગુન્હો નોંધ્યો છે.
એલ.ઇ.ડી. લાઇટથી ગેરકાયદે ફિશીંગ કરનારા સુભાષનગરના વિજય મોહનભાઇ , કિશોર નરશી માવજીભાઇ જેબર અને ગોપાલ પરસોતમહ જેબર સામે હાર્બર મરીન પોલિસે ગુન્હો નોંધ્યો છે. કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક શ્રી સુભાષ ઓડેદરા નાઓ દ્રારા ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ ના કાયદાનો ભંગ કરી અન- અધિકૃત રીતે જેમકે, ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ, તથા ગેર કાયદેસર પધ્ધતીથી જેમ કે, લાઇન ફીશીંગ, ઘેરા ફ્રીશીંગ, લાઇટ ફીશીંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા કોસ્ટલ એરીયામા થતા ગેરકાયદેસરપ્રવૃતીને રોકવા તથા કોસ્ટલ સીક્યુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા મરીન પોલીસ સ્ટેશનનોને અવાર નવાર આદેશ થઇ આવેલ હોય જે અનુસંધાને કાર્યવાહી કરાઇ રહી છે. રહે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા નાઓઅ પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફ્રીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુ રાબા નાઓના માર્ગદર્શન હેઠળ સદર ઝુંબેશ સબબ રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા સરકારી બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન એક ફાયબર બોટ-પીલાણા મા ત્રણ ઇસમો અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત એલઇડી લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે લાઇટ ફીશીંગ કરતા મળી આવતા આ ત્રણેય ઇસમોને ધોરણસર અટક કરી તેઓની વિરુધ્ધ હાર્બર મરીન પો.સ્ટે, ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧ (૧) (ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી કરેલ છે.
ગેરકાયદે ફિશીંગ કરનારાો ને પકડવાની કામગીરી પો.ઇન્સ., એસ.ડી.સાળુંકે, પો.સ.ઈ.શ્રી, એન.કે. વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ફતેસીંગ ચૌધરી તથા એ.એસ.આઇ. ભરતકુમાર ડાયાભાઇ વાઘેલા તથા પો.હેડ કોન્સ. રાહુલ પુંજાભાઇ ધારેયા તથા પો.કોન્સ. કરશન કાનાભાઈ ઓડેદરા તથા પો.કોન્સ. દિનેશ વિરમભાઇ બંધીયા રોકાયેલ હતા.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
