તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ઢાંકા ગામ પાસે વાહન અકસ્માતમાં છકડો ચાલકનું મોતઃ મામા- ભાણેજને ઇજા
ગધેથડગામના અતુલભાઇ ભાણેજ મહેશ બંને બાઇક પર વાડીએ જતા' તાઃ છકડો પલ્ટી જતા ચાલકનું મોત નિપજયુ

રાજકોટ તા. ૧૭: ભાયાવદર ઢાંક ગામ પાસે છકડો અને બાઇક વચ્ચે અકસ્માત થતા છકડો પલ્ટી જતા ચાલકનું મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ ઉપલેટાના ગઘેથડ ગામમાં રહેતા અતુલભાઇ ઉગાભાઇ વારસંકીયા (ઉ.વ. ૪૦) ગત તા. ૧૫ ના રોજ ભાણેજ મહેશ નાથાભાઇ પરમાર (રહે. સીદસરગામ)બંનેબાઇક પર ગામજીનક વાડીએ જતા હતા ત્યારે જીજે- ૧૦ વાય- ૫૦૭૩ નંબરના છકડો રીક્ષાના ચાલકે ઠોકર મારતા બંને ફંગોળાઇ ગયા હતા અને છકડો ચાલકે સ્ટીરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો પલ્ટી ખાઇ જતા ચાલકને ઇજા થઇ હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ જતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં છકડો રિક્ષાના ચાલકનું મોત નિપજતા ભાયાવદર પોલીસે છકડો ચાલકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે. આ અંગે એ.એસ.આઇ.પી પી. જાડેજાએ તપાસ હાથધરી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
