તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
કચ્છમાં ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી જતા હાઇવે ઉપર આગ લાગી: ટેન્ક ફાટી :જુઓ વિડીયો

ડીઝલ ભરેલ ટેન્કર પલટ્યું અને હાઇવે ઉપર લાગી આગ: ગાંધીધામથી ભચાઉ જતા હાઇવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કર પલટ્યું એ સમયે જ તેને ઓવરટેક કરી રહેલ ટેન્કર હડફેટે ચઢતાં તેની ડીઝલ ટેન્ક પણ ફાટી હતી. હાઇવે ઉપર પાણીની જેમ વહી રહેલા ડીઝલમાં એકાએક આગ લાગતા સૌના જીવ પડીકે બંધાયા હતા. જોકે, સામખિયાળી ટોલ ગેટની પેટ્રોલિંગ ટીમ અને ભચાઉ ફાયર ફાઇટર, પોલીસની જહેમતને પગલે આગ હોલવાઈ હતી અને ટ્રાફિક જામ ક્લિયર થયો હતો. સદ્ભાગ્યે જાનહાનિ ટળી હતી. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
