તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ભાણવડની સગીરાને મોડપરના મુસ્લિમ ભુવાએ લગ્ન કરવાના બદઇરાદે અપહરણ કરીને પોરબંદર દરગાહ ખાતે ગોંધી રાખી
ભાણવડ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સગીર બાળાને મુસ્લિમ ભુવાના કબજામાંથી છોડાવી

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીર વયની હિન્દુ દીકરીને શરીરે નબળાઈની બીમારી હોય બીમાર રહેતી હોવાથી મોડપર ગામના મુસ્લિમ ભુવાના સંપર્કમાં આ પરિવાર આવેલો. ભુવા દ્વારા ધૂપ અગરબત્તીના બહાને અવારનવાર આ કિશોરીને બોલાવવામાં આવતી તેમજ તેના ઘરે પણ જઈને ધૂપ ધુમાડા કરવામાં આવતા હતા.
પરિવારની મજબૂરીના ફાયદો ઉઠાવી ભુવા દ્વારા આ દિકરીને તેના ફોન દ્વારા સંપર્ક મેળવી અવારનવાર પ્રેમ ભરી વાતો કરી માયાજાળમાં ફસાવવામાં આવી તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ આ દીકરીનું તેના ઘરેથી લલચાવીને અપહરણ કરી પોતાના ઘરે રાત્રે રાખી બીજા દિવસે તેના કુટુંબી મામા ને ત્યાં પોરબંદર દરગાહ ખાતે રાખી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગોંધી રાખી હતી
આ બાબતની ફરિયાદ તા ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ મળતા તાત્કાલિક ખંભાળિયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા પીએસઆઇ કિંજલ મારુ તેમજ બીજા અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવીને સદર ભોગ બનનારને પોરબંદરથી દરગાહ પાસેથી પરત મેળવી ફરિયાદીને સોંપવામાં આવી હતી
બન્ને આરોપીઓ ભૂવા તેમજ તેના કૌટુંબિક મામાને ગણત્રીના કલાકોમાં અટક કરવામાં આવેલ હથા.બન્ને ની પૂછપરછ માં જાણવા મળેલ કે આરોપી સદર સગીરને હૈદરાબાદ બેંગ્લોર જેવા સ્થળે લઈ જઈ લગ્ન કરી છુપાવી રાખવાનો ઇરાદો હતો સદર આરોપી દ્વારા સગીર માટે પોરબંદરની બજારમાં બુરખાની ખરીદી કરવાની કોશિશ પણ કરેલી છે.
આમ જિલ્લાના એસપી નિતેશ પાંડે માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સગીર બાળાને મુસ્લિમ ભુવાના કબજામાંથી છોડાવી તેમના ગેરકાનૂની ઇરાદા પાર પાડવા દીધેલ નહીં.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
