<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

વિછિયાના મોઢુકાની ઓમ સત્ય સાંઈ સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવા છતાં ધોરણ 12 ના બોર્ડના ફોર્મ ભરાયા

વિંછીયાના ભાજપના પૂર્વ મહા મંત્રી ભુપત કેરાળીયા દ્વારા ડી ઈઓને ઈમેલથી લેખિત ફરિયાદ કરાયા બાદ તપાસ શરૂ: રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટિમ વીંછીયા તાલુકાના મોઢુકા ગામે તપાસ અર્થે પહોંચી

રાજકોટના વિંછીયાના મોઢુકા ગામે આવેલ ઓમ સત્યસાંઈ માધ્યમિક સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવા છતાં 32 વિધાર્થીનો અભ્યાસ માત્ર કાગળ પર ચાલતો હતો. મોઢુકાની ઓમ સત્ય સાંઈ સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવા છતાં, ધોરણ 12 ના બોર્ડના ફોર્મ ભરાયા હતા. 

      વિંછીયા તાલુકામાં હોવા છતાં ધો. 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ કઈ રીતે ભરાય છે? ઓમ સત્ય સાંઈ સ્કૂલ ભાડેથી ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મોઢુકા ગામની ઓમ સત્ય સાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અન્ય ક્રિષ્ના સ્કુલમાં ભણતા હોવાનું સામે આવ્યું છે.

    વિંછીયાના ભાજપના પૂર્વ મહા મંત્રી ભુપત કેરાળીયા દ્વારા ડી ઈઓને ઈમેલથી લેખિત ફરિયાદ કરાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટિમ વીંછીયા તાલુકાના મોઢુકા ગામે તપાસ અર્થે પહોંચી છે.

(1:13 AM IST)