તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 18th December 2024
મોરબી ધારાસભ્ય વિરૂદ્ધ આક્ષેપ મામલે અજય લોરીયાને ભાજપે કારણદર્શક નોટિસ ફટકારી
પક્ષને નુકસાન થાય તેવું કળત્ય ગણાવીને પગલાં કેમ ન લેવા તે બાબતે ૧૫ દિવસમાં ખુલાસો મંગાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૮ જિલ્લા પંચાયતના કાર્યક્રમમાં બાદબાકી મુદ્દે શાબ્દિક યુદ્ધ જામ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અજય લોરીયાને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જેને લઈને ફરી રાજકારણ ગરમાયુ છે.
મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયાની બાદબાકી કરવામાં આવી હતી. જે મુદ્દે તેઓએ પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા સામે શાબ્દિક યુદ્ધ છેડયું હતું. બાદમાં ધારાસભ્ય કાંતિલાલે પણ વળતા જવાબો આપ્યા હતા. ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ ખૂલીને બહાર આવ્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષને નુકશાન થાય તેવું કળત્ય ગણાવી ચેરમેન અજય લોરીયાને કારણદર્શક નોટિસ આપી છે. અને પગલાં કેમ ન લેવા તેના માટેનો ૧૫ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું કે પક્ષ વિરુદ્ધ પ્રવળત્તિ થઈ છે. જેથી ચેરમેનને નોટિસ આપી ૧૫ દિવસમાં લેખિત ખુલાસો કરવાનું જણાવાયુ છે. બીજી તરફ ચેરમેન અજય લોરીયાએ જણાવ્યું કે રાજકીય મામલો નથી. હું પાર્ટીને સદાય વફાદાર જ છું. પાર્ટી વિરુદ્ધ મે કયારેય કામ કર્યું નથી. જે મામલો છે એ પર્સનલ છે. હું ફરજના ભાગરૂપે પાર્ટીને જવાબ આપી દઈશ.(
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
