News of Wednesday, 18th December 2024
હળવદ ના દેવળિયા નજીક બંધ ડમ્પર પાછળ ટ્રક ઘૂસી ગયો એકનું મોત

(દીપક જાની દ્વારા ) હળવદ તા.૧૮ હળવદ તાલુકાના દેવળીયા ગામની ચોકડી નજીક હાઇવે પર રાજસ્થાન પાસિંગનું ડમ્પર નંબર આરજે ૨૭ જીડી ૬૧૮૭માં કોઈ ખરાબી સર્જાતા રોડ પર ઉભું હતું તે વેળાએ પાછળથી આવી રહેલ ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૮૪૯૯ પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
બીજી તરફ બનાવની જાણ એલ એન્ડ ટી વિભાગને થતા વિક્રમસિંહ સહિતનાઓ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતની જાણ હળવદ પોલીસને કરાઈ હતી. પોલીસ દ્વારા હાલ મળતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જઈ તેના પરિવારજનોની શોધખોળ આદરી છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
