News of Wednesday, 18th December 2024
૬ નો ભોગ લીધો ત્યાં ત્રાપજ પાસે જ સાંજે બીજો અકસ્માત સર્જાયોઃ ૧૯ને ઇજા
કાર ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા મજુરોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે પહેલાજ સવારે જ્યાં અકસ્માત થયો હતો તેની સાવ નજીક નેશનલ હાઇવે ચડવા માટે મુકવામાં આવેલ નાળા નીચેથી પસાર થતા છકડા ને અજાણી કાર ચાલકે ઠોકર મારતા છકડો પલ્ટી મારી ગયો હતો.
છકડા ચાલક દકાના ગામના મગનભાઈ મીઠાભાઈ જાંબુચા એ પોતાના છકડામા સરતાનપર(બંદર) ગામના ૧૭ મહિલા અને એક પુરુષ સહિત ૧૮ ખેત મજૂરો બેસાડ્યા હતા.એકજ છકડામા ડ્રાઇવર સહિત ૧૯ મુસાફરો સવાર હતા.તમામ મુસાફરોને લાકડીયા ગામે ખેત મજૂરી કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
તમામ ઇજાગ્રસ્તને તળાજાની સરકારી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ફેક્ચર સહિતની ઇજાઓ હોય ભાવનગર તથા અહીંની સદવિચાર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઇજા પામેલાઓમાં મગનભાઈ મીઠાભાઈ જાંબુચા-દકાના ટેમ્પો ડ્રાઇવર, આશાબેન સંતોષભાઈ વેગડ-સરતાનપર, લાભુબેન દલજીભાઈ વેગડ, મણીબેન નાથાભાઇ મકવાણા, કાજલબેન મુકેશભાઈ બારૈયા, અસ્મિતાબેન વાલજીભાઈ બારૈયા, ગોરધનભાઈ માધાભાઈ વેગડ, જયશ્રીબેન ભાણજીભાઈ બારૈયા, દવુંબેન પ્રેમભાઈ વેગડ, સવુંબેન ભરતભાઇ, જિજ્ઞાબેન મેહુલભાઈ મકવાણા, રાધિકાબેન વેલજીભાઈ મકવાણા, લક્ષ્મીબેન તુલસીભાઈ ચુડાસમા, કિંજલ ઓધાભાઈ મકવાણા, કાળીબેન ઓધાભાઈ ચુડાસમા, હિરલબેન પરષોત્તમભાઈ ચુડાસમા, દક્ષાબેન મેઘજીભાઈ મકવાણા, ચકુબેન તળલસીભાઈ ચુડાસમા, દિકુબેન ગોરધનભાઈ વેગડનો સમાવેશ થાય છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
