News of Wednesday, 18th December 2024
ચોટીલા પાસે રોઝડુ આડે આવતાં બાઇક સ્લીપ થયું: ખેરાણાના જગુભાઇનું મોત
ખાતર લઇ ચોટીલાથી ખેરાણા ઘરે જતી વખતે બનાવઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું: માલકીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૮: ચોટીલા નજીક રોઝડુ આડે આવતાં બાઇક સ્લીપ થઇ જતાં બાઇકસવાર ખેરાણા ગામના જગુભાઇ સવાભાઇ માલકીયા (ઉ.વ.૪૫)ને ગંભીર ઇજાઓ થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જગુભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ ગઇકાલે જગુભાઇ મોટરસાઇકલ લઇ ચોટીલા ખાતર લેવા ગયા હતાં. પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક ઓચીંતુ રોઝડુ આડુ આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
