<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા, તા. ,૧૮: ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા જયેન્‍દ્રસિંહ હેમતસંગ વાઢેર નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હોવાની જાણ મળતકના ધર્મપત્‍નીએ મીઠાપુર પોલીસને કરી છે.

ભાણવડમાં જૂની અદાવતનો ખાર રાખીને  હુમલો

ભાણવડ તાલુકાના કાટકોલા ગામની સીમમાં રહેતા પ્રકાશભાઈ હમીરભાઈ કરંગીયા નામના ૩૫ વર્ષના યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખીને આરોપી હેમત સવા રાવલીયા, લખમણ જગા રાવલીયા, ભરત લખમણ, મયુર દેવાયત રાવલીયા અને રાજુ હેભા રાવલીયા નામના પાંચ શખ્‍સોએ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની તેમજ તેમના ટ્રેક્‍ટરમાં રૂપિયા ૨૫,૦૦૦ ની નુકસાની કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ઓખા વિસ્‍તારમાં ભંગારની ચોરી

ઓખા મંડળના બર્માસેલ ક્‍વાર્ટર વિસ્‍તારમાં રહેતા અને ભંગારનો વ્‍યવસાય કરતા સુરેશભાઈ બટુકભાઈ મકવાણા નામના ૩૪ વર્ષના યુવાને પોતાના ઘર પાસેના ભંગારના વાડામાં રાખેલો વિવિધ પ્રકારનો રૂ. ૩,૦૦૦ ની કિંમતનો ૬૦ કિલો ભંગાર ચોરી થયાની ધોરણસર ફરિયાદ ઓખા મરીન પોલીસમાં નોંધાઈ છે. આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રહીશ એવા શનિ અજીતભાઈ રાઠોડ નામના શખ્‍સની અટકાયત કરવામાં આવી હતી.

(1:52 PM IST)