તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 18th December 2024
વડાળી શ્રી વિહોત માતાજીનાં સાનિધ્યમાં શ્રીરામ કથામાં ઉમટતા ભકતજનો
બ્રહ્મલીન મહેશનાથબાપુનાં આર્શિવાદથી પૂજારી કાંતીબાપુની આગેવાની આજે બપોરે શ્રીરામ જન્મોત્સવની ઉજવણીઃ રાજકોટનાં કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્યાસના વ્યાસાસને વિવિધ પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે

વડાળીમાં શ્રી વિહોત માતાજીના સાનિધ્યમાં અને પૂજારી પૂ. કાંતીબાપુની આગેવાનીમાં કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્યાસના વ્યાસાસને આયોજીત શ્રી રામચરીત માનસ કથામાં શ્રી શિવ પ્રસંગની ઉજવણી કરાઇ હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ - ભાવનગર હાઇ-વે ઉપર આવેલ વડાળી ગામ, વાયા, ત્રંબા, જી. રાજકોટ ખાતે શ્રી વિહોત માતાજીના મંદિરે તા. ૧૬ ને સોમનારથી પૂજારી પૂ. કાંતીબાપુના સાનિધ્યમાં રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્યાસના વ્યાસાસને શ્રી રામચરીત માનસ કથાનો ભવ્યતાથી પ્રારંભ થયો છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ તથા શ્રી વિહોત માતાજીના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવે છે.
શ્રીરામ ચરીત માનસ જ્ઞાનયજ્ઞમાં આજે બપોરે ૧ર વાગ્યે પૂ. કાંતીબાપુના સાનિધ્યમાં શ્રીરામ ભગવાનનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાયો હતો.
ગઇકાલે સવારે શ્રીરામ ચરીત માનસ જ્ઞાનયજ્ઞમાં શ્રી તુલસી ચરિત્ર પ્રસંગ તથા બપોર પછીના સત્રમાં શ્રી શિવ ભગવાનનો પ્રસંગ અદ્્ભૂત વેશભુષા સાથે ઉજવાયો હતો.
શ્રીરામ કથામાં કાલે તા.૧૯ને ગુરૂવારે શ્રીરામ ભગવાન બાળ ચરિત્ર, વિશ્વ મિત્રજીની કથા, તા.૨૦ને શુક્રવારે શ્રી સીતારામ વિવાહ, સાંજે પ વાગ્યે ઉજવાશે. તા.૨૧ને શનીવારે કેવટ પ્રસંગ, શ્રી ભરત મિલાપ, શબરીની નવધા ભકિત, શ્રીરામ પાદુકા પુજન, તા.૨૩ને સોમવારે સુંદરકાંડ પાઠ, શ્રી સેતુબંધ શ્રી રામેશ્વર ભગવાનની સ્થાના પુજન, તા.૨૪ને મંગળવારે યુધ્ધકાંડ, રાવણ વધ, શ્રીરામ ભગવાન રાજયાભિષેક પ્રસંગ સાથે બપોરે ૧૧:૩૦ વાગ્યે શ્રી રામચરીત માનસ કથા વિરામ લેશે.
ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા તથા દરરોજ બપોરે ૧૧:૩૦ વાગ્યે અને સાંજે ૫:૩૦ વાગ્યે મહાપ્રસાદ લેવા શ્રી વિહોત માતાજી મંદિરના પુજારી પુ.કાંતીબાપુએ આમંત્રણ પાઠવ્યું છે.
પુજારી પુ.કાંતિબાપુની આગેવાનીમાં આયોજીત શ્રીરામચરિત માનસ કથાનો દરરોજ સવારે ૯ થી બપોરના ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૫:૩૦ સુધી ભાવિકો કથાનુ રસપાન કરી રહયા છે. સોમવારે પોથીયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. અને જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
વધુ વિગત માટે શ્રી વિહોત માતાજી મંદિરના પુજારી પુ.કાંતિબાપુ (મો.૯૯૧૩૧ ૩૧૭૨૮) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
