News of Wednesday, 18th December 2024
વેજાગામ શાળાના વિદ્યાર્થીઓને મહીલા સરપંચ દ્વારા અનોખો પ્રવાસ કરાવાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮: ગોંડલ તાલુકાનાં વેજાગામ પ્રાથમિક શાળા ના ધોરણ ૫ થી ૮ ના ૮૭ બાળકોના એક દિવસીયપ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ.સરપંચ વર્ષાબેન જીતેન્દ્રભાઈ ભાલાળા ના સહયોગથી આયોજિત આ પ્રવાસમાં બાળકોને મનોરંજનની સાથે સાથે વ્યવસાયલક્ષી અને જીવનલક્ષી કૌશલ્યો શીખવવાનો લ્હાવો પ્રાપ્ત થયોહતો.
શિયાળાની વહેલી સવારે શરૃ થયેલા આ પ્રવાસમાં સૌપ્રથમ BAPS સ્વામિનારાયણ મંદિર ગોંડલની મુલાકાત લેવામાં આવી જેમાં બાળકોએ દર્શન કર્યા બાદપ્રદર્શન પણ નિહાળ્યું અને હુંબલ તેમજ મુનિચિંતન સ્વામીજી ના પ્રવચનો નો લાભ પણ મળ્યો અને જીવનલક્ષી કેળવણી મળી હતી. ત્યાર બાદ બાળકોએ તાલુકા સેવા સદન ની મુલાકાત લીધી હતી.જ્યાં નાયબ મામલતદાર પારેખીયાએ વિદ્યાર્થીઓને વિવિધ કચેરી અને શાખાઓના કર્યો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓ એ ઇ ધરા શાખા,પુરવઠા શાખા, રજીસ્ટાર ઓફિસ,ચૂંટણી શાખા,પ્રાંત કચેરી વગેરે ની મુલાકાત કરી હતી.
બાદમાં વિદ્યાર્થીઓને માર્કેટિંગ યાર્ડ ગોંડલ ની મુલાકાત લેવડાવવામાં આવી જ્યાં બાળકોને યાર્ડ ના સેક્રેટરી તરુણભાઈ અને કચરાભાઇ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને યાર્ડ દ્વારા ખેડૂતોને મળતા લાભો વિશે સમજણ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ડુંગળી અને મરચાની હરરાજી પણ પ્રત્યક્ષ નિહાળી. બપોરનું ભોજન પણ ત્યાં લીધુ હતુ. ત્યાર બાદ બાળકોએ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.રાષ્ટ્રગાન ના ગાયન સાથે બાળકોએ પોલીસ ના કર્યો અને વિવિધ હથિયારો પ્રત્યક્ષ રીતે નિહાળ્યા. મયુરસિંહ રાણા દ્વારા પોલીસ સ્ટેશનના કાર્યોની સમગ્ર જાણકારી આપવામાં આવી ઉપરાંત સાયબર ક્રાઇમ અંગે સતર્કતા બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
બપોર બાદ ના સમયે લક્ષ્મી ઓઇલ મીલ ની મુલાકાત લેવામાં આવી. જ્યાં મગફળીના પિલાણ, ખોળની બનાવટ, સીંગતેલના ડબ્બાની ભરતી અંગે તેમજ કોઈ પણ નવા સ્ટાર્ટ અપ અંગે ઓનર પ્રકાશભાઈ કુકડિયા પાસેથી માર્ગદર્શન મળ્યું હતુ. પ્રકાશભાઈ એ બાળકોને કોલ્ડ ડ્રીંક અને પૌવા બટેટાનો નાસ્તો પણ કરાવ્યો હતો. અંતે કાગળમાંથી પેપર ડિશ અને કપ બનાવતા નવા સ્ટાર્ટઅપની મુલાકાત કરવામાં આવી.જ્યાં બાળકોએ દરેક મશીનરી નરી આંખે નિહાળી ઓનર મોન્ટુભાઇ ચનિયારા દ્વારા માર્ગદર્શન મળી અને કંઇક નવું સાહસ કરવાની પે્રરણા પણ મળી હતી. આ રીતે આનંદ સાથે જ્ઞાનપ્રાપ્તિનો અવસર વિદ્યાર્થીઓને મળ્યો હતો.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
