News of Wednesday, 18th December 2024
ફેક વેબસાઇટ બનાવી નાણાં પડાવતી મેવાતી ગેંગના બે સભ્યોને ઝડપી લેતી દ્વારકા પોલીસ

ખંભાળીયા તા.૧૮: દ્વારકાના રહીશ મુકેશભાઈ ડાયાલાલ ઘઘડા, રહે. જોધા માણેક રોડ, સમર્પણ સિલેકશની ઉપર, દ્વારકા, તા. દ્વારકાનાઓની હોટલ શ્રીદર્શન, દ્વારકાના નામે સ્પોન્સર્ડ ગુગલ એડ અને ફેક વેબસાઇટ બનાવી, તેમા આરોપીએ પોતાના મોબાઇલ નંબર રાખી, પ્રવાસીઓ પાસેથી રૃમ બુકીંગના નામે નાણા પડાવતા હોવા અંગેની ફરીયાદ આધારે સાયબર ક્રાઇમ પો.સ્ટે બી પાર્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.
ઉકત ગુન્હાના કામે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સુચના-માર્ગદર્શન અનુસાર અલગ-અલગ ઙ્કકારની ટેકનીકલ માહિતીઓ એકત્ર કરી, તેનું એનાલીસીસ કરવામાં આવેલ, જેના માધ્યમે જાણ થયેલ હતી કે આવા ફેક બુકીંગના ગુન્હા મેવાત પ્રદેશમાં થાય છે. જેમાં મેવાતી ગેંગના સભ્યો વિશે સચોટ માહિતી મળી આવેલ હતી. જેમાં આરોપીઓ હોટલની ફેક વેબસાઇટમાં રાખેલ બનાવટી મોબાઇલ નંબર પોતાની પાસે રાખી, પ્રવાસીઓ/દર્શનાર્થીઓને હોટલ માલિક/મેનેજરની ઓળખ આપી. પ્રવાસીઓ સાથે બુકીંગ બાબતે વાત-ચીત કરી. નાણા પડાવતા ઇસમોને શોધી કાઢી, પકડી લેવામાં સાયબર ક્રાઇમ ટીમને સફળતા મળી છે.
જેમાં (૧) અજરૃદિન ફોજદાર મેવ, (૨) નસીમ વસરૃદિન ઉર્ફે મગર મેવ, રે, મુ.દોલતપુર, તા.ગોવર્ધન જી, મથુરાની ધરપકડ કરી ધનીષ્ઠ પુછપરછ કરવામાં આવેલ જેમા અગાઉ સદર આરોપીઓ દ્વારા OLXમાં બનાવટી વસ્તુ ઓછી કિમંત રાખી. તેમાં જાહેરાત મુકતા અને તે જાહેરાત જોઇ નાગરીકો સંપર્ક કરતા, ત્યારે પોતે આર્મી અધિકારીની ઓળખ આપતો અને ભોગબનનારને જણાવતા કે પોતાની બદલી થયેલ છે જેથી વસ્તુઓ સસ્તા ભાવે વહેંચવાની છે. એ રીતે ભોગબનનારને વિશ્વાસમાં લેતા અને આર્મી ગેઇટ પાસ, કસ્ટમ ચાર્જ વિગેરેના બહાના હેઠળ નાણા પડાવતા હતો. એ રીતે અંદાજે આરોપીએ નાગરીકો પાસેથી કુલ રૃા. ૧,૨૫,૦૦૦/-થી વધુની છેતરપીંડી કરેલની કબુલાત આપેલ છે.
સદર ગુન્હામાં આરોપીઓ દ્વારા હોટલ બુકીંગ પેટે નાણા પડાવવા સારૃ ફેક વેબસાઇટ બનાવવામાં આવેલ હતી. જે ફેક વેબસાઇટ આબેહુબ ઓરીઝનલ વેબસાઇટ જેવી જ દેખાતી હોય છે. જે ફેક વેબસાઇટમાં બુકીંગ માટે પોતાનો મોબાઇલ નંબર રાખવામાં આવેલ હોય છે. જે મોબાઇલ નંબર અને મોબાઇલ ડીવાઇઝ સદર આરોપીઓ વારાફરતી પોતાની પાસે રાખતા હતા અને સહ-આરોપીના કહેવા મુજબ તે પોતાને હોટલના માલિક/મેનેજર તરીકે ઓળખ ધારણ કરી નાગરીકો સાથે વાત કરતા હતા. ફેક વેબસાઇટના માધ્યમથી કોઇ પ્રવાસી/દર્શનાર્થીઓ વેબસાઇટમાં આપવામાં આવેલ મોબાઇલ નંબરમાં સંપર્ક કરે, ત્યારે હોટલના રૃમના ફોટાઓ અને બુકીંગની માહિતી આપી ભોગ બનનારને વિશ્વાસમા લઇ, રૃમ બુકીંગ પેટે એડવાન્સ નાણા પડાવતા હતા. એ રીતે સદર આરોપી ભોગબનનારને એડવાન્સ પેમેન્ટ આવી ગયા બાદ પણ રૃમ બુકીંગના કન્ફર્મ કોડ આપવાના બહાને વધુને વધુ નાણા પડાવવામાં આવતા હતા. ઉકત આરોપીઓ મેવાતી ગેંગના સભ્યો છે. તેમજ તેમની મેવાતી ગેંગ દ્વારા ભારતવર્ષના ઘણા બધા ધાર્મિક અને પ્રવાસન સ્થળોની હોટલને ટાર્ગેટ કરી, ફેક રૃમ બુકીંગના માધ્યમે મોટા પ્રમાણમાં નાગરીકો પાસેથી નાણા પડાવ્યા છે. હાલ મેવાતી ગેંગના બે સભ્યોને શોધી કાઢી, પકડી પાડી કાયદેસરની કાર્યાવહી ચાલુ છે.
સદર કામગીરી (૧) વી. કે. કોઠીયા, પોલીસ ઇન્સ્પેકટર, (૨) સુનીલભાઇ વી. કાંબલીયા, પોલીસ સબ ઇન્સ., (૩) ધરણાંત કે, બંધિયા, (૪) મુકેશ એ. કેશરીયા, (૫) ભરતભાઇ એ. ચાવડા, પો. હેડ કોન્સ. (૬) અલ્કાબેન એચ. કરમુર, (૭) અજયભાઇ આર. વાઘેલા, પો. કોન્સ.એ કરી હતી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
