<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

જુનાગઢના રામદેવપરા વસ્‍તારમાંથી ૯ શખ્‍સોને ગુજસીટોક હેઠળ જેલ હવાલે

રેન્‍જ પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્‍ચની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮: જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી તેમજ અસામાજીક પ્રવળતિ આચનાર તથા વારંવાર ગુન્‍હાઓ કરતી જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્‍તારની સંગઠીત ગુન્‍હાહિત ગેંગ વિરુધ્‍ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ આક્રમક પગલા લઇ જેલના સળીયા પાછળ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ જુનાગઢે ધકેલી દીધા છે.

 જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક   નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઇ છે.

છેલ્લા ઘણા સમયથી રામદેવપરા વિસ્‍તારના રહેવાસી (૧) સલ્‍માન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઇ વિશળએ તેના સાગરીતો જેમાં (૨) નાઝીમ હબીબભાઇ સોઢા રહે. સાંગોદ્રા, તા.તાલાળા જી. ગીર-સોમનાથ (૩)  સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્‍લોચ રહે.જુનાગઢ દોલતપરા નેમીનાથનગર (૪)  અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા, રહે. રામદેવપરા જુનાગઢ (૫) આમદ હુસેનભાઇ નારેજા, રહે. રામદેવપરા, જુનાગઢ (૬) અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજા, રહે. રામદેવપરા જુનાગઢ (૭) અસ્‍લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા, રહે. જુનાગઢ (૮) જુસબ ઉર્ફે કારીયો તૈયબ વિસળ, રહે. દોલતપરા,જુનાગઢ (૯) સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ, રહે. દોલતપરા,જુનાગઢ વાળાઓએ સંગઠીત થઇ ગંભીર પ્રકારના ગુન્‍હાઓ આચરતી ગેંગ ઉભી કરેલ હોય. જે ગેંગ વિષે ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢના પોલીસ ઇન્‍સ.  જે.જે.પટેલ અને ટીમે કાર્યવાહી કરી છે

(4:22 PM IST)