News of Thursday, 19th December 2024
પુત્રના બાઇકમાં સાડીનો છેડો ફસાતાં લોધીકાના રાતૈયાના મંજુબેન મકવાણા પટકાયાઃ મોત
ઉપલેટાથી દિકરીને મળી પરત આવતાં હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૯: ઉપલેટા નજીક પુત્રના બાઇક પાછળ બેઠેલા લોધીકાના રાતૈયા ગામના મહિલા ચાલુ બાઇકમાંથી પટકાતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું. સાડીનો છેડો ફસાતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ લોધીકાના રાતૈયા ગામે રહેતાં મંજુબેન કેશુભાઇ મકવાણા (ઉ.વ.૫૦) પરમ દિવસે પુત્ર કિશનભાઇની પાછળ બાઇકમાં બેસી ઉપલેટા રહેતી દિકરીના ઘરે આટો દેવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે રસ્તામા઼ ઉપલેટાના ઇશરાના પાટીયા પાસે સાડીનો છેડો પાછલા વ્હીલમાં ફસાતાં તેઓ નીચે પડી જતાં ઇજા થઇ હતી. ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.મૃત્યુ પામનાર મંજુબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્દ્રભાઇ હુદડે ઉપલેટા પોલીસને જાણ કરી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
