<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

રાજસીતાપુર પાસે અકસ્‍માત બાઇકસ્‍વાર બે વ્‍યકિતના મોત

વઢવાણ તા.૧૯: ધ્રાંગધ્રાથી સુરેન્‍દ્રનગર મેઈન રોડ વચ્‍ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્‍માતો જોવા મળતાં હોય છે ત્‍યારે ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર હાઇવે નજીક સીએનજી પેટ્રોલ પંપ નજીક મોટરસાયકલ ચાલક ને કોઈ અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્‍માત સજાયો જેમાં મોટરસાયકલમાં સવાર ગુલાબભાઈ (રહે.એમપી), તથા ભરતભાઈ (રહે.પેઢડા), બંને વ્‍યક્‍તિઓના ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું ત્‍યારે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્‍થળે પહોંચીને બંનેની ડેડબોડી ઓને પી એમ અર્થે રાજ સીતાપુર સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિઓના મોત થતા અકસ્‍માત કરનાર વ્‍યક્‍તિની તપાસ તાલુકા પોલીસ હાલ ચલાવી રહી છે.

(11:36 AM IST)