<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ઉનાની જાહન્‍વી એન.પાઠક ઝોનકક્ષા કલા ઉત્‍સવ વાહન સ્‍પર્ધામાં પ્રથમ

બ્રહમસમાજ અને ગાંધી કન્‍યા વિદ્યાલયનું ગૌરવ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૯: ગાંધી કથા વિદ્યાલયમાં અભ્‍યાસ કરતી જાહન્‍વી એન.પાઠક ઝોન કક્ષા કલા ઉત્‍સવની વાદન સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને વિજેતા થઇને બ્રહમસમાજ અને ગાંધી કન્‍યા વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે.

ગાંધી કન્‍યા વિદ્યાલય હાઇસ્‍કુલ માં અભ્‍યાસ કરતી જાહનવી એન. પાઠક એ જૂનાગઢ મુકામે જી.સી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ આયોજિત કલા ઉત્‍સવ ૨૦૨૪-૨૦૨૫ ઝોન કક્ષા નો કલા ઉત્‍સવ ડાયેટ જૂનાગઢ ખાતે યોજાયો હતો જેમાં જાહનવી  એન. પાઠકે વાદન સ્‍પર્ધા મા ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતાં તેમણે સમસ્‍ત બ્રહ્મ સમાજ અને શાળા નું ગૌરવ વધાર્યું છે.

 

(11:38 AM IST)