<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ધ્રાંગધ્રામાં ઘરેથી નીકળી ગયેલ મહિલાની કેનાલમાંથી લાશ મળી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૯ : ધ્રાંગધ્રા પાસે પસાર થતી મોરબી બ્રાન્‍ચની નર્મદા કેનાલમાં અવાર નવાર લાશ મળી આવે છે ત્‍યારે નવલગઢ ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ૧૭ ડિસેમ્‍બરના રોજ અજાણી મહિલાની લાશ મળી આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને  જાણ કરાતા તાલુકા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈને લાશ સ્‍થાનિક લોકોના સહકાર દ્વારા બહાર કાઢી લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્‍પિટલમાં પી એમ માટે મોકલી આપી હતી ત્‍યાર તબીબો દ્વારા આ ડેડ બોડીનું પી એમ અહીં નહીં થઈ શકે તેવું જણાવતા પોલીસ દ્વારા ડેડ બોડીને પીએમ માટે રાજકોટ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

તપાસ કરાતા ધાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશનમાં ૧૩ ડિસેમ્‍બરના રોજ એક મહિલા ઘરેથી કીધા વગર નીકળી ગયેલ છે તેવી અરજી આવેલ. તે અરજીના અનુસંધાને તાલુકા પોલીસે પરિવાર સાથે વાત કરીને ડેડ બોડી દેખાડવામાં આવતા આ મહિલા તેજ છે જેમનું નામ જીવુબેન મહેન્‍દ્રભાઈ પરમાર અંદાજિત ૩૪ વર્ષના હોવાનું સામે આવ્‍યું હતું અને ધાંગધ્રા આંબેડકર નગર વિસ્‍તારમાં રહે છે. ત્‍યારે પોલીસ દ્વારા પરિવારોના નિવેદન લઈને પરિવારને ડેડ બોડી અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવી હતી અને વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

 

(11:47 AM IST)