<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ગોંડલના બાંદરામાં સરપંચને પૂર્વ સરપંચ સહિત બે એ જાતિ પ્રત્‍યે અપમાનીત કરી માર માર્યો

ગ્રામ પંચાયતમાંથી રાજીનામુ આપી દે...તેમ કહી તુટી પડયા

રાજકોટ તા.૧૯: ગોંડલના બાંદરા ગામના સરપંચને બે પૂર્વ સરપંચ સહિત ત્રણએ જાતિપ્રત્‍યે અપમાનીત કરી માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ બાંદરા સોનલ આશ્રમની બાજુમાં રહેતા સરપંચ છગનભાઇ રામજીભાલ મકવાણાએ પૂર્વ સરપંચ રાજેન્‍દ્રભાઇ ઉકાભાઇ રૈયાણી તથા તેની સાથે મોઢા ઉપર કપડુ બાંધી આવે અજાણ્‍યા ઇસમ સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી પોતાના ગામથી ગોંડલ તા.પં. કચેરીએ આવવા નીકળેલ હતા તે દરમ્‍યાન કંટોલીયા ગામની થોડે દુર ખોડીયાર માતાજીના મંદિર પાસે પુલના છેડે ઉભા હતા ત્‍યારે કંટોલીયા ગામથી બે બાઇકમાં આવેલ આરોપી રાજેન્‍દ્ર તથા તેની સાથેના અજાણ્‍યા શખ્‍સે, બે મહિના પહેલા કીધુ હતું કે, ગ્રામ પંચાયતમાંથી રાજીનામુ આપી દે તેમ કહી જાતિ પ્રત્‍યે અપમાનીત કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે ગોંડલ પોલીસે પૂર્વ સંરપંચ સહિત બે સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(1:59 PM IST)