<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

મોરબીના સિરામિક ઉદ્યોગનાં ફસાયેલ કરોડો રૂપિયા પરત અપાવ્‍યા...અદભુત સિદ્ધિ...અદભુત બહુમાન

હર્ષ સંઘવી દ્વારા હર્ષભેર : અભિવાદન ...મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓમાં દિવાળી જેવો માહોલ : હર્ષ સંઘવી દ્વારા હર્ષભેર અભિવાદન ...મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓમાં દિવાળી જેવો માહોલ

રાજકોટ, તા.,૧૯:  મોરબીના સિરામિક ઉદ્યોગનાં ફસાયેલ કરોડો રૂપિયા અંગે હર્ષ સંઘવી સમક્ષ થયેલ રજૂઆત અને. તે અંતર્ગત નિમાયેલ સીટ દ્વારા ડીજીપી વિકાસ સહાય અને આઇજી અશોક કુમાર યાદવના વડપણ હેઠળની ટીમે અદભુત કાર્યવાહી કરી કરોડો રૂપિયા પરત અપાવવા અંગે ગ્રહ મંત્રી દ્વારા મોરબી ખાતે વિશેષ બહુમાન કરવામાં આવ્‍યું હતું.

મોરબીના સીરામીક ઉદ્યોગમાં થયેલી મીટીંગ અને છેતરપીંડીની રજુઆતો બાદ રાજય સરકાર ગૃહ વિભાગ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અને તેમાં ૧૯ કરોડની રકમ રીકવર કરાવનાર સર્વે પોલીસ અધિકારી-કર્મચારીઓના અભિવાદનનો કાર્યક્રમ આજ રોજ ગૃહમંત્રીની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આજ રોજ અહી ગૃહમંત્રીએ કહયું હતું કે, રાજય સરકારની સીરામીક ઉદ્યોગની સદાય ખડેપગે છે. મોરબી પોલીસે કરેલી કાર્યવાહી પ્રસંશનીય છે. મોરબી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી , રાજય પોલીસ વડા, રેન્‍જ આઇજી, ધારાસભ્‍યો, એસપી અને ઉદ્યોગપતિની ઉપસ્‍થિતિમાં બેઠક યોજવામાં આવી હતી.

મોરબી સિરામીક ઉદ્યોગકારોના ફસાયેલ કરોડો રૂપીયા પરત લઇ આવવા માટે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીટની રચના કરાઇ હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે ડીજીપી વિકાસ સહાય, રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, મોરબી એસપી, મોરબીના ધારાસભ્‍યો, મોરબી સિરામીક ઉદ્યોગકારો અને સીટ ટીમના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. મોરબી અને સુરત સહીતની સીટની ટીમો દ્વારા ઉદ્યોગકારોના ફસાયેલા કરોડો રૂપીયા પરત લઇ આવી કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવવામાં આવી હતી.

(1:23 PM IST)