News of Thursday, 19th December 2024
પોરબંદરના દરિયામાં આકસ્મિક સંજોગોમાં મદદરૂપ થનારા માછીમારોનું કોસ્ટ ગાર્ડ દ્વારા સન્માન

(પરેશ પારેઅ દ્વારા) પોરબંદર, તા.૧૯: દરિયામાં ઉભા થતાં આકસ્મિક સંજોગો વખતે મદદરૂપ થતા ફિશીંગ બોટોના માછીમારોનું કોસ્ટ ગાર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
માછીમાર બોટ એસોસીએશન ઓફીસમાં કોસ્ટગાર્ડ દ્વારા ‘દરિયાઈ શોધ અને બચાવ માટે માછીમાર ભાઈઓનું સન્માન સમાહોર' રાખવામાં આવેલ હતો, જેમાં તાજેતરમાં કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ થયેલ હતુ તેમાં જવાનો શહિદ થયેલ હતા તેમાં ફિશીંગ બોટો મદદરૂપ થયેલ હતી. તેમના માલિકો અને ટંડેલનું શાલ અને શીલ્ડ આપીને તટરક્ષક ક્ષેત્ર(ઉત્તર પશ્ચિમ)કમાંડરશ્રી ટી.શશીકુમાર સર દ્વારા તે લોકોનું અભિવાદન કરવામાં આવેલ હતું. ત્યારે શ્રી પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા કમાંડરશ્રી ટી.શશીસકુમાર સરને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલ હતુ.
આ સન્માન સમારોહમાં તટરક્ષક ક્ષેત્ર(ઉત્તર પશ્ચિમ)કમાંડરશ્રી ટી.શશીકુમાર સર, તટરક્ષક જીલ્લા મુખ્યાલય સંખ્યા-૧નાં કમાન્ડરશ્રી પંકજ અગ્રવાલ સર, કોસ્ટગાર્ડનાં ઓફીસરો, ગુજરાત ખારવા સમાજ/પોરબંદર ખારવા સમાજનાં પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ, માછીમાર બોટ એસોસીએશનનાં પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી, ઉપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ ગોહેલ, સેક્રરેટરીશ્રી રાજુભાઈ બાદરશાહી, જોઈન્ટ સેક્રરેટરી દિપકભાઈ લોઢારી, ટ્રેઝરશ્રી પ્રશાંતભાઈ લોઢારી તેમજ કમિટી મેમ્બર્સ, બોટ માલિકો તથા તેમના ફેમીલી મેમ્બર્સ તેમજ માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહેલ હતાં.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
