<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ગાદોઈ ટોલનાકે PI ભોજાણી સાથે માથાકૂટ કરનાર પોલીસ કર્મીની ધરપકડ

૩૦ જુનની ઘટનામાં હેડ કોન્‍સટેબલ રિમાન્‍ડ પર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ  તા. ૧૯ : વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલનાકા પર ગત તા. ૩૦ જૂન ૨૦૨૪ના રોજ આઈકાર્ડ બતાવવા મુદ્દે કોડીનારના તત્‍કાલીન પીઆઈ ભોજાણી અને તેમના સહકર્મી અને અન્‍ય શખ્‍સો સામે ટોલનાકાના કર્મચારી સાથે મારામારી કરી લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી અને આર્મસ એક્‍ટ મુજબ વંથલી પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો.

સુઙ્કીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તાજેતરમાં પીઆઈ ભોજાણી વંથલી પોલીસ સ્‍ટેશન ખાતે સરેન્‍ડર થયા હતા. ત્‍યારે પીઆઈ ભોજાણી સાથે મારામારીમાં સામેલ પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પ્રકાશ પુનાભાઈ ચાવડાની વંથલી પોલીસે ધરપકડ કરી હતી અને રિમાન્‍ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે ૨ દિવસનાં રિમાન્‍ડ મંજુર રાખતા વધુ તપાસ હાથ ધરી છે.

(2:00 PM IST)