હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલીનાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા સ્પાને બંધ કરવા લતાવાસીઓની ઉગ્ર રજુઆત
આત્મવિલોપનની ચિમકી સાથે ઉગ્ર આંદોલનના રજુઆત બાદ પોલીસવડાએ સ્પા બંધ કરવા સુચના આપી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૯: અમરેલી શહેરમાં બાયપાસ વિસ્તારમાં ધમધમી રહેલ સ્પા મસાજને લઈને સ્થાનિકોમાં વિરોધનો સુર સામે આવ્યો છે. અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સ્પા બંધ કરવાની ઉગ્ર માંગ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જોકે બાદમાં સ્થાનિકોએ હોબાળો કરી વિરોધ નોંધાવતા પોલીસ વડા દ્વારા હાલ સ્પા બંધ કરવાની સૂચના આપતા મામલે થાળે પડ્યો હતો.
અમરેલી શહેરમાં આવેલ બાયપાસ રોડ ઉપર રેસિડેન્ટ વિસ્તારમાં ચાલતા સ્પાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.છેલ્લા બે મહિનાથી સ્પાને બંધ કરાવવાની માંગનગરપાલિકા સમક્ષ કરવામાં આવી છે.જોકે યોગ્ય નિર્ણય ન આવવાને કારણે લોકો ઉગ્ર બન્યા હતા અને મહિલાઓ,બાળકો સહિતના લોકો નગર પાલિકા ખાતે ધસી ગયેલ અને ચીફ ઓફિસર અને ટાઉન પ્લાંનિંગ અધિકારીને રાત્રિના બાર વાગ્યા સુધી બાનમાં લઈ સ્પા ના બિન અધિકળત બાંધકામ સામે પગલા ભરવાની ખાતરી બાદ મામલો થાળે પડેલ હતો.ચમત્કાર વિના નહી નમસ્કાર ની કહેવત ને ચરિતાર્થ કરતી ઘટનામા છેલ્લા બે માસથી પાલિકા દ્વારા પગલા ભરવામાં ન આવતા આત્મ હત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાદ તંત્રમાં દોડધામ મચી હતી અને રોષે ભરાયેલ લોકોને શાંત પાડવા માટે ચીફ ઓફિસર દ્વારા બિન અધિકળત બાંધકામ ધારકો ને નોટિસ ફટકારી ૩ દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર એચ.કે. પટેલએ જણાવ્યું હતું કે, અયોધ્યા એપારમેન્ટના લોકોની રજૂઆતો હતી જ્યાં ગેરકાયદેસર ચાલતા સ્પા અંગેની રજૂઆતો હતી અગાવ અરજીઓ આવેલ હતી હાલ રૂબરૂ આવી રજૂઆતો કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગની એકટની ૩૬ કલમ હેઠળ આવા જે કોઈ ગેરકાયદેસર ર્પાકિંગમાં બનાવેલ બાંધકામ હોય તેને નોટિસ આપી છે આગામી ત્રણ દિવસમાં બિન અધિકળત બાંધકામ ધારકો પોતાની જાતે કોઈ કાર્યવાહી નહિ કરે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે સ્થાનિકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે,અમે એપાર્ટમેન્ટ ના ૭૫ પરિવાર રહીએ છીએ. જ્યાં સંસ્કારી બહેન દિકરીયું પરિવાર સાથે રહે છે ત્યાંજ નીચે ગ્રાઉન્ડ ફલોરમાં સ્પા સેન્ટરો ધમ ધમી રહેલ હોય જે ભારતીય સંસ્કળતિ માટે લાલબત્તી સમાન હોવાથી મહિલાઓ ઉગ્ર બની હતી અને સ્પા મસાજ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.સ્પા મસાજના બોર્ડ પોસ્ટર સળગાવી ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને મહિલાઓ ખુલ્લીને વિરોધ કરતી જોવા મળી હતી.તો સ્પા મસાજની કેટલીક દુકાનો પણ ખુલવા દીધી ન હતી.આ બાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માટે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓએ સ્પા અડચણ રૂપ હોવાના આક્ષેપો કર્યા હતા સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ સુધી પહોચતા પ્રથમ ચેકીંગ માટે રેડો કરવામાં આવી હતી પરંતુ ગેરકાયદેસર પ્રવળતિઓ નહિ મળતા રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે સ્પા મસાજ હાલમાં બંધ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
આ મામલે એસપીએ જણાવ્યું હતું કે,અમરેલીના બાયપાસ રોડ પર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમા ફલેટ નીચે આવેલ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તારમાં પરિવાર રહેતું હોય છે ત્યાં સ્પાની ખોટી પ્રવળત્તિ ચાલે છે.જે અંગે સોસાયટીના રહીશો તરફથી નગરપાલિકામાં વિરોધ કરવામાં આવતી હતી અને જે બાબતે પોલીસે ભૂતકાળમાં રેઇડ કરવામાં આવી હતી અને ત્યાર સ્પાની કોઈ પ્રવળત્તિ મળી આવી ન હતી અને નગર પાલિકા દ્વારા નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાનું તપાસમાં જાણવા મળેલ હતું. અને અમે નગર પાલિકા દ્વારા સંકલન કર્યું છે અને સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે આ સ્પા રહેણાંક વિસ્તારમાં હોવાથી બંધ કરવાની સૂચના અપાઈ છે અને આવી કોઈ ગેર કાયદેસર પ્રવળત્તિ ચાલતી હોય તો જિલ્લા પોલીસ ચલાવી લેશે નહિ અને ભવિષ્યમાં પણ બંધ રહેશે તેવી ખાતરી આપું છું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
