News of Thursday, 19th December 2024
ર૧મીએ જોડીયા રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન
જેએમજે ગ્રુપના એમડી મયુરધ્વજસિંહ જાડેજાએ તમામ જવાબદારીઓ ઉપાડી લીધી

રાજકોટઃ તા.ર૧ ડિસેમ્બરે યોજાનાર તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ પાર પાડવાની અર્થ થી ઇતિ સુધીની તમામ આર્થિક જવાબદારી રાજકોટ ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજાએ ઉઠાવી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
તા.ર૧ મીએ સવારે ૯-૦કલાકે જોડિયા તાલુકાના પડાણા ગામે આ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મહેમાનોના સામૈયા બાદ શાષાી જ્ઞાનવલ્લભદાસજી સ્વામિ (પૂર્વ મહંત શ્રી સ્વામિનારાયણ મંદિર, મૂળી આશિર્વચન પાઠવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. ઠાકોર સાહેબે મયુરધ્વજસિંહ જાડેજાના આ કાર્યને વેગ આપીને વખાણ્યો હતો.
કાર્યક્રમનું ઉદ્ધાટન મયુરધ્વજસિંહ જાડેજા તથા ઇન્દ્રવિજયસિંહજી રાઓલ (લાખણકા સ્ટેટ) કરશે. મુખ્ય મહેમાન તરીકે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપસ્થિત રહેશે.
અતિથિ વિશેષ તરીકે એમ.બી. જાડેજા (રીટાયર્ડ એમ.ડી. પીજીવીસીએલ) પરબતસિંહજી બી. જાડેજા (પ્રમુખ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય-રાજકોટ), ડો. જીગરસિંહજી જાડેજા (જાણીતા ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન-રાજકોટ), ડો. રાજેન્દ્રસિંહજી એસ. જાડેજા (કાર્યકારી પ્રમુખ જામનગર જીલ્લ) રાજપુત સમાજ) વિજયસિંહજી જાડેજા (પડાણા, શ્રી રાજ સિકયોરીટી-રાજકોટ) રણજીતસિંહજી રાજપુત (પોલીસ ઇન્સ્પેકટર, જોડિયા) કે.ડી. જાડેજા (પોલીસ સબ-ઇન્સ્પેકટર) શકિતસિંહજી જાડેજા (કોટડા નાયાણી, ભૂમિ ગ્રુપ ગોંડલ) ઉપસ્થિત રહેશે.
આ કાયક્રર્મમાં પ્રમુખ અરવિંદસિંહજી જાડેજા અને મંત્રી નરેન્દ્રસિંહજી જાડેજાએ રાજપુત સમાજના મોભીઓને પરંપરાગત પોશાક સાફો પાઘડી પહેરીને ઉપસ્થિત રહેવા અપીલ કરેલ છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
