News of Thursday, 19th December 2024
વઢવાણ પીજીવીસીએલનો નાયબ ઇજનેર પરેશ પંચાલ પ હજારની લાંચ લેતા ઝડપાયો
વિજ કનેકશન આપવા માટે રૂપિયા માંગતા એસીબીની કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ :.. સુરેન્દ્રનગરના વઢવાણમાં પીજીવીસીએલનો નાયબ ઇજનેર પરેશ પંચાલ રૂા. પ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી-એક જાગળત નાગરીકે પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ, નાયબ ઇજનેર, વર્ગ -૧ , પી.જી.વી.સી.એલ, પેટાવિભાગની કચેરી વઢવાણ સામે એસીબીમાં ફરિયાદી કરતા નાયબ ઇજનેર, પી.જી.વી.સી.એલ., પેટા વિભાગની કચેરી, વઢવાણ જી.સુરેન્દ્રનગર ખાતે રૂા. પ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.
આ કામના ફરીયાદીના મોટાબાપુએ પોતાના ખેતરમાં વિજ કનેકશન મેળવવા માટે નાયબ ઇજનેર પી.જી.વી.સી.એલ. પેટા વિભાગની કચેરી વઢવાણ ખાતે અરજી કરેલ જે વીજ કનેકશન આપવા માટેની કાર્યવાહી માટે ફરીયાદીએ આક્ષેપીતનો રૂબરૂ સંપર્ક કરતા આક્ષેપીતે કનેકશન આપવા માટે રૂ.૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદી ની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦૦/- ફરીયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુન્હો કર્યો છે.
ટ્રેપીંગ અધિકારી એમ.ડી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર . સુપર વિઝન અધિકારી, કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ એ કામગીરી કરી હતી.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
