<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

જૂનાગઢ ટ્રાફિક શાખાની પીએસઆઇ સહિતના સ્‍ટાફનું એસપીના હસ્‍તે સન્‍માન

 

જૂનાગઢઃ તાજેતરમાં તા.૧૮ ના રોજ શહેર ટ્રાફિક શાખા ના પીએસઆઇએસએન જાડેજા હેકો જયેશભાઇ વિકમા ટી આરબી પવન અમરેલીયા અનિલ વાઢીયા ભાવિન વાઘાણી સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્‍યાન ટીંબાવડી બસ સ્‍ટોપ થી મધુરમ રોડ પર પહોંચતા એક વયોવૃધ્‍ધ વ્‍યકિતને ચાલુ મોટર સાયકલ પર હાર્ટ એટેક આવી જતા બાઇક ઉપરથી પડી બેભાન થયેલ આ વ્‍યકિતને આ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તાત્‍કાલીક સીપીઆર આપી વધુ સારવાર માટે એમબ્‍યુલન્‍સ મારફત સિવીલ હોસ્‍પિટલ મોકલી જીવ બચાવ્‍યો હતો જે બદલ ટ્રાફિક શાખાના પીએસઆઇ સહિત ટીમને એસપી હર્ષદ મહેતા દ્વારા પ્રશંસા પત્ર તથા રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરતા નજરે પડે છે.(અહેવાલ વિનુ જોશી તસ્‍વીરઃ મૂકેશ વાઘેલા જૂનાગઢ)

(10:02 AM IST)