<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

મોરબી બાર એસોના પ્રમુખ તરીકે ચેતન સોરીયા, ઉપપ્રમુખ તરીકે જીતેન અગેચણીયા વિજેતા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૧: મોરબી બાર એસો ચુંટણીમાં પ્રમુખ પદ માટે જાડેજા જીતેન્‍દ્રસિંહ રાણુંભા, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ અને સોરીયા ચેતન પ્રાણજીવનભાઈ જયારે ઉપપ્રમુખ પદ માટે અગેચણીયા જીતેન દિલીપભાઈ, બુખારી રજાકમિયા અબ્‍બાસમિયા, જોષી મનીષ બળવંતરાય અને પરમાર દેવજીભાઈ બીજલભાઈ જયારે સેક્રેટરી પદ માટે ભટ્ટ ભાવેશભાઈ જગદીશચંદ્ર અને ખુમાણ અશોકકુમાર જીવાભાઈ, જોઈન્‍ટ સેક્રેટરી પદ માટે કણઝારીયા ચિરાગ વિનોદભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ અને શેરશીયા ધવલકુમાર ધરમશીભાઈ અને કારોબારી પદ માટે ગોલતર રાહુલ નવઘણ, કાટિયા ઙ્કદીપ કાન્‍તિલાલ, પરમાર કરમશી ધનજીભાઈ, સંધાણી મોનિકા નિર્મલભાઈ અને ઝીન્‍ઝુંવાડિયા કુલદીપ મહાદેવભાઈ વચ્‍ચે ચુંટણી જંગ જોવા મળ્‍યો હતો.

જેમાં સાંજે મત ગણતરી કરતા ઙ્કમુખ તરીકે ચેતનભાઈ સોરીયા, ઉપઙ્ઘમુખ તરીકે અગેચણીયા જીતેનભાઈ, સેક્રેટરી તરીકે અશોકભાઈ ખુમાણ અને જોઈન્‍ટ સેક્રેટરી તરીકે કણઝારીયા ચિરાગ વિજેતા જાહેર થયા છે તે ઉપરાંત કારોબારી તરીકે પરમાર કરમશી, સંધાણી મોનિકા અને ગોલતર રાહુલ તેમજ મુછ્‍ડીયા કમલાબેન મહિલા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી પામ્‍યા છે. કુલ પપર માંથી ૪૯ર સભાસદોએ મતદાન કર્યુ હતું

(11:20 AM IST)