તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
ગળહમંત્રી અમિત શાહના રાજીનામાની માગ સાથે મોરબી કલેક્ટરને સ્વયમ્ સૈનિક દળનું આવેદન

મોરબી : દેશના ગળહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં સત્ર દરમિયાન ડો. બાબાસાહેબ આંબેડકરજી વિશે કરાયેલા નિવેદનને લઈને દેશભરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ગળહમંત્રી અમિત શાહનું રાજીનામું લેવા માગ કરવામાં આવી છે. સ્વયમ્ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપીને જણાવાયું છે કે, ગળહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે. ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ અમિત શાહ પર એટ્રોસિટી એક્ટ લગાવી જેલ હવાલે કરવામાં આવે. નહિતર ૮૫% મુળનીવાસી સમાજ રોડ પર ઉતરી ન્યાય હાંશિલ કરશે તેમ જણાવાયું છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
