<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

દિકરાનાં લગ્નમાં આવેલી ભેટની રકમનો સેવાકીય કાર્યો અર્થે ઉપયોગ

સેવાની સાથે સમાજમાં ઉત્તમ વિચારોને વાવતા ધોરાજીના ‘‘અકિલા''ના પત્રકાર ધર્મેન્‍દ્ર બાબરીયા પરિવારજનો : લગ્નમાં મહેમાનોને ચંદન વૃક્ષનાં રોપા ભેટ આપીને ચંદન સાથે સાથે સમાજમાં ઉતમ વિચારોનું વાવેતર કર્યું જેના મીઠા ફળ વર્ષો સુધી સમાજને મળતા રહેશેઃ મહેમાનોને દેહદાન ચક્ષુદાન સ્‍કિન દાન, ચક્ષુદાનનું મહત્‍વ સમજાવીને આવા દાન કરવા માટે શપથ લેવડાવ્‍યા

ધોરાજી તા.૨૦: ધોરાજી શહેરમાં સેવાકીય નામના ધરાવતા ‘‘અકિલા''ના પત્રકાર અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્‍દ્રભાઈ બાબરિયાનાં પુત્ર ગૌરવ બાબરિયાનાં લગ્ન યોજાયા હતાં.

કઈંક અનોખા આ લગ્નની વિશેષતા એ રહી કે સામાન્‍ય મધ્‍યમવર્ગીય આ પરિવારમા ચાંદલો તો લેવાતો હતો પરંતુ ફક્‍ત  માનવ સેવા માટેજ અને આ ચાંદલાની તમામ રકમ માનવસેવા અર્થે વાપરવામાં આવી ધોરાજીની સિવિલ હોસ્‍પિટલનાં સુપ્રિટેન્‍ડેન્‍ટ ડો. જયેશ વસેટીયન અને માનવસેવા યુવક મંડળ દ્વારા ચક્ષુદાન મહાદાન વિશે સતત લોક જાગળતિનાં પ્રયત્‍યનો કરવામાં આવી રહ્યા છે.

ત્‍યારે બાબરીયા પરીવારે દિકરાનાં લગ્નમાં આવેલી ભેટની રકમ સેવા અર્થે વાપરી ચશ્‍માંની ખરીદી કરી ધોરાજી સિવિલ હોસ્‍પિટલમાં જરૂરીયાતમંદ દર્દીઓને ચશ્‍મા અપાયા હતા.

સમાજમાં દિકરા-દિકરીઓના લગ્ન ધામધૂમથી થતા હોય છે અને દરેક માતા-પિતા અને પરીવાર આવુજ ઈચ્‍છતા હોય છે અને આનંદ ઉત્‍સાહથી ખુબ પૈસા ખર્ચ કરતા હોય છે પરંતુ ધોરાજી શહેરમાં કંઈક અલગજ વિચારસરણી ધરાવતો બાબરીયા પરીવાર છે. ધર્મેન્‍દ્ર બાબરિયાનાં પુત્ર ગૌરવ બાબરિયાનાં લગ્ન હતાં આ લગ્ન સમાજને કઈંક નવો રાહ ચીંધેછે લગ્નમાં આવેલી ચાંદલાની તમામ રકમ ધર્મેન્‍દ્રભાઈ બાબરિયાનાં પરિવારે ધોરાજીની સરકારી હોસ્‍પિટલમાં આવતા સર્વ સમાજનાં ગરીબ દર્દીઓ માટે  ચશ્‍મા ખરીદી અને ધોરાજી સિવિલ હોસ્‍પિટલનાં સુપ્રિટેન્‍ડેન્‍ટ જયેશ વસેટીયનને અર્પણ પણ કરેલ છે.

સાથે સાથે નવદંપતીએ સમાજની વાડીમાં ચંદનનાં વળક્ષો વાવીને લગ્ન વિધિને ચાર ચાંદ લગાવી દીધા હતા વિશેષમાં લગ્નમા  પધારેલા  તમામ મહેમાનો ને ચંદન વળક્ષનાં રોપા ભેટ આપીને ચંદન સાથે સાથે સમાજમા ઉતમ વિચારોનું વાવેતર કર્યું હતું જેના મીઠા ફળ વર્ષો સુધી સમાજને મળતા રહેશે.

એથી પણ વિશેષતા એ રહી કે લગ્નની વિધિ સાથે ધર્મેન્‍દ્ર બાબરિયાનાં પરિવારે લગ્ન પ્રસંગમાં પધારેલા મહેમાનો ને દેહદાન ચક્ષુદાન સ્‍કિન દાન , ચક્ષુદાનનું મહત્‍વ સમજાવીને આવા દાન કરવા માટે  મહેમાનો પાસે શપથ લેવડાવ્‍યા હતા અત્રે એ ઉલ્લેખનીય છે કે ધર્મેન્‍દ્રભાઈ બાબરિયા પોતે માનવ સેવા યુવક મંડળ ચલાવે છે બિનવારસી લાશને અગ્નિસંસ્‍કાર અને મેડિકલ કેમ્‍પ રક્‍તદાન ચક્ષુદાન અડધી રાત્રે પણ મળતકના સ્‍વજનોને ચક્ષુદાનનું મહત્‍વ સમજાવીને સ્‍મશાનમાં પણ ચક્ષુદાન કરાવેલ છે તેમના દ્વારા પાંચ સ્‍કીન ડોનેશન અને પાંચ દેહદાન કરેલ છે.

માનવ સેવા મંડળે આજસુધીમાં ૩૨૬ જેટલા ચક્ષુદાન મેળવ્‍યા છે સેવા કરતા કરાવતા એમનાં સંકલ્‍પ લેવડાવવા અને એમની પ્રેરણા આપતા આ ધર્મેન્‍દ્રભાઈ બાબરિયાનાં આયોજન માટે તેમને પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, પૂર્વ ધારાસભ્‍ય લલિતભાઈ વસોયા, યાર્ડનાં ચેરમેન હરકિશનભાઈ માવાણી, પ્રશાંતભાઈ કોરાટ, વિમલભાઈ કોયાણી, વિપુલભાઈ ઠેસિયા, ભોલાભાઈ સોલંકી, ધોરાજી શહેર અને તાલુકાનાં અગ્રણી ડોકટરો વકીલો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરેએ અભિનંદન પાઠવ્‍યા હતા અને બાબરીયા  પરિવારની સેવાઓને બિરદાવી હતી.

આ આયોજનમાં ધર્મેન્‍દ્રભાઈ બાબરિયા, ભોલાભાઈ સોલંકી, નરેન્‍દ્રભાઈ બાબરિયા,સુરેશભાઈ મેઘાણી, રસીક ભાઈ ફળદુ,પરેશભાઈ વાગડીયા રસિકભાઈ માવાણી, સિદ્ધાર્થભાઈ બાબરિયા અને સગાતોહીઓ મિત્રો સૌ જોડાયા હતા

(1:49 PM IST)