News of Saturday, 21st December 2024
રમી ગેમમાં હારી જતા જૂનાગઢના વેરહાઉસનાં ૭૦૦૦ કિલો ચણા વેચી મારનાર સુપરવાઇઝર પકડાયો
સાંજ સુધીના રિમાન્ડ પર, મુદ્દામાલ કબજે કરવા તજવીજ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૧ રમી ગેમમાં હારી જતા જૂનાગઢના વેરહાઉસનાં ૭૦૦૦ કિલો ચણા વેચી મારનાર સુપરવાઇઝરને તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ મુદા માલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
જુનાગઢ તાલુકાના સુખપુર ગામે આવેલ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન પ્રા. લી.નું વેરહાઉસના દરવાજાનું શીલ અને તાળુ ન હોવાની અને વેરહાઉસમાંથી ચણાના ૧૩૫ કટ્ટા ઓછા હોવાની અને અન્ય કટ્ટામાંથી ચણા કાઢી ઓછા કરી રૂપિયા ૪,૦૨,૫૦૦ની કિંમતના ૭,૦૦૦ કિલો ઓછા હોવાની જાણ માણાવદર રહેતા સુપરવાઇઝર પ્રશાંત હરસુખભાઈ ધમ્મરે કરતા કલસ્ટર ઓપરેશન ઇન્ચાર્જ કાળાજી છગનભાઈ ઠાકોર વગેરેએ વેરહાઉસના સીસીટીવી ચેક કરતા અલગ અલગ રાત્રિના સમયે વાહનો આવતા જતા જોવા મળ્યા હતા આથી સુપરવાઇઝર પ્રશાંતને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે રમી ગેમમાં રૂપિયા હારી ગયો હોય વેરહાઉસમાંથી ગત તા. ૨૫ નવેમ્બરથી ચણાના ૧૩૫ કટ્ટા અલગ અલગ વાહનમાં લઈ જઈ યાર્ડનાં વેપારીને વેચ્યા હોવાનું જણાવતા ગુરુવારની રાત્રે પ્રશાંત હરસુખ સામે રૂપિયા ૪.૦૨ લાખના ચણાની ચોરીની ફરિયાદ કાળાજી ઠાકોરે ઇન્ચાર્જ તાલુકા પીઆઇ મહેન્દ્રસિંહ સરવૈયાએ તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચણા ચોર સુપરવાઇઝર પ્રશાંત હરસુખ ઘમ્મરની ધરપકડ કરી આજે સાંજ સુધીના રિમાન્ડ પર મેળવી મુદામાલ કબજે કરવા તપાસ હાથ ધરી હતી.(
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
