<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

પડધરીમાં વ્‍યાજખોરે બોલેરો પડાવી લીધી

વ્‍યાજ અને મુળ રકમ ચૂકવી દિધી હોવા છતા ગાડી પડાવી લેનાર વ્‍યાજખોર નઇમ મલેક સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૨૧: પડધરીમાં  વ્‍યાજ અને મુળ રકમ ચૂકવી દિધી હોવા છતા બોલેરો ગાડી પડાવી લેનાર વ્‍યાજખોર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ પડધરી ગીતાનગર મહાકાળી માતાજીના મંદિર પાસે રહેતા ધર્મેશભાઇ સોલંકીએ આરોપી નઇમ મલેક ધર્મેશભમાઇ સોલંકીએ આરોપી નઇમ મલેક રે-ગીતાનગર પડધરી સામે પડધરી પોલીસ  મથકમાં ફરીયાદ નોધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ આરોપી પાસેથી રૂા. ૧ લાખ ૧૦ ટકા વ્‍યાજે લીધા હતા જેના વ્‍યાજના રૂપિયા એકલાખ તેમજ વ્‍યાજના ૫૦ હજાર ચૂકવી દિધેલ હોછા છતા આરોપીએ ફરીયાદીની માલીકીની બોલેરો પીકઅપ નં. જી-જે- ૦૩ બી ડબલ્‍યુ ૬૯૨૨ બળજબરીથી પડાવી લઇ ગાડી પરત જોતી હોય તો મુદતના ૧ લાખ તેમજ વ્‍યાજના રૂપિયા ચૂકવવા પડશે તેવી માંગણી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે પડધરી પોલીસે વ્‍યાજખોર સામે ગુન્‍હો દાખલ કર્યો હતો વધુ તપાસ એ.એસ.આઇ. દિવ્‍યરાજસિંહ ચલાવી રહ્યા છે.

(4:03 PM IST)