<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

વિરપુર પાસે પેટ્રોલ પંપ ઉપર યુવકને ઢોર માર મારનાર ત્રણ શખ્‍સોની ધરપકડ

સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ ગોંડલ તાલુકા પોલીસે ફરીયાદ લઇ કાર્યવાહી કરીઃ પેટ્રોલપંપ રાજકોટ અગ્નિકાંડમાં સંડોવાયેલ સાગઠીયાનો હોવાની ચર્ચા

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર તા.૨૧: વીરપુરમાં બહેનના સાસરે સારવાર લેવા ગયેલ ભાઈ પર ત્રણ શખ્‍સોએ હુમલો કરી ઢોર માર મારવાની ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસે ત્રણ શખ્‍સોની ધરપકડ કરી છે.

 સામે આવી છે જેના ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ફૂટેજ પણ સામે આવ્‍યા છે સમગ્ર મામલે તાલુકા પોલીસે ત્‍વરિત કાર્યવાહી કરી શખ્‍સોની અટકાયત કરી હતી.

મળતી વિગતો મુજબ વિજયભાઈ મોરી જે તેમની બહેનને ત્‍યાં તબિયત ખરાબ હોવાથી રોકાવા આવેલ તેઓ રાત્રે ૧૦ ના ગોંડલ બાજુ જતા રોડ પર ચાલવા નીકળ્‍યા હતા અને ચાલતા ચાલતા વીરપુર નજીક ચરખડી પાટીયાથી પહેલા એક બાબારી પેટ્રોલ પંપ પર પહોંચ્‍યા જ્‍યાં તેમને તરસ લાગતા પેટ્રોલ પંપ પર પાણી પીવા માટે ગયા હતા જ્‍યાં પાણી પીતા સમયે ત્‍યા એક અજાણ્‍યા ભાઇ જે પેટ્રોલ પંપે કામ કરતા હતા તે આવેલ અને તેને પ્‍લાસ્‍ટીકના પાઇપના બટકાથી વિજયભાઇના શરીરે મુંઢ માર મારેલ અને બાદ તેના થોડીવારમા બીજા એક ભાઇ આવેલ અને તેને બે ત્રણ લાફા મારી અને બાદ થોડીવારમા ત્‍યા ત્રીજા એક ભાઇ આવેલ અને તેને પણ પ્‍લાસ્‍ટીક પાઇપના બટકાથી શરીરે મુંઢમાર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે સીસીટીવી વિડીઓ સોસિયલ મીડિયામાં વાઇરલ થયા હતા જેમને લઈને આ જય બાબારી પેટ્રોલપંપ રાજકોટ અગ્નીકાંડમાં સંડોવાયેલ મનસુખ સાગઠિયાનો હોવાની પણ ચર્ચાઓ લોકમુખે ઉઠી હતી.

માર માર્યા બાદ આ ત્રણ શખ્‍સમાંથી બે લોકો વિજયભાઈને તેના મોટર સાયકલ પર બનેવી કેશુભાઇના ઘરે મુકી ગયા હતા ઘરે પહોંચી વિજયભાઈએ બનેવી કેશુભાઇને આ બનાવ અંગે જણાવ્‍યું હતું. બાદમાં વિજયભાઈએ ગોંડલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી  અમિત રવજીભાઈ મહીડા રહે પીઠડીયા, ચંદ્રેશ મનસુખભાઇ ચાવડા રહે પીઠડીયા, અને બાબુ હરિભાઈ સાસિયા રહે પરબવાવડી વાળાની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ કિશનભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

(4:03 PM IST)