તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
કુંડળધામના સંતો રાજકોટમાં સત્સંગ લાભઃ કાલે રવિસભા

રાજકોટ, તા., ર૧: બોટાદ જિલ્લાના સાળંગપુર પાસેના સુપ્રસિધ્ધ શ્રી કુંડળધામ સ્વામિનારાયણ મંદીરના સંતો જુદા જુદા વિસ્તારોમાં ફરી હરિભકતોને કથા શ્રવણનો લાભ આપી રહયા છે. સંસ્થાના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ૪ સંતો અને ૧ ભગત ૪ દિવસ માટે રાજકોટ આવ્યા છે. અહીં તા. ર૧ થી ર૩ સુધી બી-૩ ફલેટ નં. ૩૦ર સુવર્ણભુમી એપાર્ટમેન્ટમેન્ટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, હવેલી ચોક, નાનામવા રોડ ખાતે તેમનો મુકામ છે. સુવર્ણભુમી એપાર્ટમેન્ટ હોલમાં આજે શનિવારે રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ સત્સંગ સમારંભ છે. જેમાં સ઼તોમાં દર્શન અને વાણીનો લાભ મળશે. આવતીકાલે સાંજે પ.૩૦ થી ૮.૩૦ તે જ સ્થળે રવિસભા રાખેલ છે. હરિભકતોને ધર્મલાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે. રાજકોટમાં સંતોના કાર્યક્રમની વધુ માહીતી માટે મો. ૯૬૧૯૪ ૧૪૮૬ર ઉપર સંપર્ક સાધી શકાય છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
