તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
પોરબંદર જિલ્લામાં ૧લી જાન્યુઆરી સુધી સભા સરઘસ આંદોલન દેખાવો રેલી ઉપર પ્રતિબંધ

પોરબંદર તા. ૨૦: પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા, સરઘસ, આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન અને રેલી યોજવા પર પ્રતિબંધ કરાયો છે. તા. ૧ લી જાન્યુઆરી
:પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે અગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.બી.વદર દ્વારા સભા સરઘસબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ ની પેટા કલમ-૩ અન્વયે સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તા૨માં તા.૧૯/૧૨/૨૦૨૪ થી તા.૦૧/૦૧/૨૦૨૫ સુધી બન્ને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ ્રદર્શન, રેલી કે સરઘસ કાઢવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી લઈને કાઢેલા સરઘસ સહીતના કાર્યક્રમો,ફરજ ઉપર હોય તેવી ગળહરક્ષક મંડળી,સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત,લગ્નનો વરઘોડો,સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઈને મદદ કરનાર ગુન્હો સાબિત થયે સદરહુ અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ મુજબ રૂા. ૨૦૦/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂા. ૨,૫૦૦/- સુધીના દંડ અથવા બન્ને શિક્ષા થઈ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતી માટે કોઈપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઈ હુલ્લડ કરે કે બખેડો કરે તો તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂ.૫૦૦૦/- પાંચ હજાર સુધીના દંડ સહિતની બન્ને શિક્ષાને પાત્ર ઠરશે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
