News of Saturday, 21st December 2024
કાલથી જેતપુરમાં હિરપરા પરિવાર દ્વારા પુ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત કથા
કાલે બપોરે પોથીયાત્રા તત્કાલ ચોકડીથી નીકળશે અને કથા સ્થળ બાલકૃષ્ણ ફાર્મ ખાતે વાજતે-ગાજતે પહોંચશેઃ સંતો, મહંતો, વૈષ્ણાવાચાર્યો જોડાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૧: શહેરના અગ્રણી ઉદ્યોગપતી જયશ્રી ગળપ હીરપરા પરીવાર દ્વારા ભવ્યાતી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન આવતી કાલ તા. ૨૨ રવિવાર થી તા.૨૯ દરમ્યાન કરવામાં આવેલ છે. તેથી પ્રારંભ આવતી કાલથી પોથીયાત્રાથી થશે પોથીયાત્રા બપોરે ૨ કલાકે પ્રખર કથાકાર પુ. ભાઈશ્રી રમેશભાઇ ઓઝા, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, વૈષ્ણવાચાર્ય શ્રી બાલકળષ્ણલાલજી મહોદય (મોટી હવેલી) શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી (એસ.જી.વી.પી.-છારોડી) તેમજ શહેરના ઉદ્યોગપતીઓ, આગેવાનો ની ઉપસ્થીતીમાં વાજતે ગાજતે પ્રારંભ થશે આ પોથીયાત્રામાં રાસ મંડળી, કળશધારી કુમારીકાઓ, બેન્ડવાઝા, કીર્તન મંડળી, બગીઓ જોડાશે પુષ્પવર્ષા સાથે ધામધુમથી કથા સ્થળ ‘વળંદાવન' બાલકળષ્ણ ફાર્મ, નેશનલ હાઇવે, પેઢલા પહોંચશે ત્યાં ઉપસ્થીત તમામ સંતો મહંતો, વૈષ્ણવાચાર્યો, હિરપરા પરિવારના મોભીઓના કરકમલો દ્વારા દિપ પ્રાગટય બાદ તપોમય વ્યાસાસને વિદ્યવાન ભાગવતાચાર્ય મનિષી વક્તા શ્રી પુ. ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બિરાજી પોતાની સંગીતમય શૈલીમાં કથાનો પ્રારંભ કરશે.
કથા શ્રવણ દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૭ કલાક દરમ્યાન રહેશે. કથા બાદ સાંજે તમામ ધર્મપ્રિય લોકો માટે પ્રસાદનું આયોજન કરાયુ છે. આ સપ્તાહમાં વડિલો કથા શ્રવણનો લાભ લઇ શકે માટે દરેક ગ્રામ્ય વિસ્તારમાં બસ ની વ્યવસ્થા તેમજ શહેરના લોકો માટે પણ અમરનગર રોડ, સરદાર ચોક, તીનબત્તી ચોક, મોટા ચોક, વિસ્તારમાંથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પુ.ભાઇશ્રીની કથાનું શહેરમાં હિરપરા પરિવાર દ્વારા જ ફરી ૩૦ વર્ષ બાદ આયોજન કરવામાં આવી રહ્યુ હોય શહેરના રીક્ષા એસોસીએશને પણ સહકાર આપી કથા સ્થળ સુધી રીક્ષાભાડુ વ્યાજબી લેવાનું નક્કી કરેલ છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
