તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd December 2024
મોરબીમાં SC/ST/OBC અને માયનોરીટીના બંધારણીય હકો અંગે રેલી યોજી આવેદન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ દ્વારા આજે બાઈક રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં SC/ST/OBC અને માયનોરીટીને તેના હકો મળે તેવી માંગ કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ આજે કાર્યકરોએ બાઈક રેલી યોજી હતી જે જીલ્લા સેવા સદન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને આવેદન પાઠવ્યું હતું જેમાં SC/ST/OBC અને માયનોરીટીના બંધારણીય હકો અંગે માંગ કરવામાં આવી હતી જાતીય આધારિત જનગણના, ઓબીસી આયોગને યોગ્ય બજેટની ફાળવણી, રોસ્ટર આધારિત ભરતી અને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
