<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

રાંધણ ગેસના બાટલામાંથી રીફીલીંગ કરનારા ગેસ એજન્‍સીના માલીક મનીષ ભાલારા પકડાયો

લોઠડા ગામમાં આજી ડેમ પોલીસનો દરોડોઃ ગેસના નાના મોટા બાટલા, ઇલે. મોટર સહિત ૩૩ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટઃ લોઠડા ગામમાં એક ગેસ એજન્‍સીમાં ગેસ રીફીલીંગ થતું હોવાની આજીડેમ પોલીસના એ.એસ.આઇ. હારૂનભાઇ, રવીભાઇ અને કોન્‍સ મહેશભાઇને બાતમી મળતા લોઠડા ગામમાં દરોડો પાડી રાંધણ ગેસના પગલામાંથી ગેરકાયદેસર ગેસનું રીફીલીંગ કરનાર માત્રી કૃપા ગેસ એજન્‍સીના માલીક મનીષ શૈલેષભાઇ ભાલારા (રહે. લોઠડા) ને પકડી લઇ નાના મોટા ગેસના બાટલા, ઇલે. મોટર સહિત રૂ. ૩૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(1:08 PM IST)