<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

જુનાગઢમાં ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સદસ્‍ય નિલેશભાઇ સોનારાનું શૈક્ષણિક સંસ્‍થા દ્વારા સન્‍માન

જુનાગઢઃ બિલનાથ એજયુકેશન ટ્રસ્‍ટ જુનાગઢ સંચાલિત શ્રી તક્ષશિલા વિદ્યાલય અને નાલંદા વિદ્યાલય દ્વારા આ સંસથાના પ્રમુખ લક્ષ્મણભાઇ રાવલીયાના અધ્‍યક્ષ સ્‍થાને  તક્ષશિલા વિદ્યાલયના શિક્ષક નિલેશભાઇ સોનારા તાજેતરમાં યોજાયેલ બોર્ડની ચુંટણીમાં ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સદસ્‍ય તરીકે ચુટાતા તેઓનો દર્શન રેસ્‍ટોરન્‍ટ ખાતે સન્‍માન સમારોહ યોજાયો હતો જેમાં લક્ષ્મણભાઇ રાવલીયા તેમજ તક્ષશિલા વિદ્યાલયના આચાર્યા બીનાબેન ભટ્ટ અને નાલંદા વિદ્યાલયના આચાર્ય વી.એમ. સોસા સહિતનાની ઉપસ્‍થિતીમાં સૌપ્રથમ લક્ષ્મણભાઇ રાવલીયા તથા તક્ષશિલા વિદ્યાલયના સ્‍ટાફે શ્રી સોનારાનું સાલ ઓઢાડી તેમજ આચાર્યા બિનાબેન ભટ્ટ સહિતના બહેનો તેમજ નાલંદા વિદ્યાલયના આચાર્ય વી.એમ. સોસા તથા શિક્ષકો સર્વેશ્રી પી.વી. કોરડીયા, ડી.આર. અખેડા, અરવિંદભાઇ કરંગીયા, પ્રભાત ડાંગર, અમે.બી. રાઠોડ અને બિનશૈક્ષણિક સ્‍ટાફના ગોવિંદભાઇ રાવલીયા વાછાણી આર.ટી. મુછાળ, એ.ડી. વાછાણી, એમ.જી. વિનુભાઇ જોષી સહિતનાએ મોમેન્‍ટો આપી સન્‍માન કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન વી.એમ. સોસા એ કર્યુ હતું અને આભારવિધી અરવિંદ કરંગીયાએ કરેલ હતી અને કાર્યક્રમના અંતે સૌએ ભોજન પ્રસાદ પણ લીધો હતો અને દર્શનભાઇ રાવલીયાએ વ્‍યવસ્‍થા સંભાળી હતી.(અહેવાલ વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:10 AM IST)