તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
મોરબીના સુલતાનપુરમાં પગારના રૂપિયા માંગતા રમેશને કોન્ટ્રાક્ટરે ફટકાર્યો
મુળ એમપીના યુવાનને બે મહિનાના ચોવીસ હજાર લેવાના હતાં: રાહુલ, વિષ્ણુ, મહેશ સહિતે હુમલો કરી બેફામ માર મારતાં લોહીલુહાણઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: મોરબીના સુલતાનપુર ચોકડીએ આવેલી કંપનીમાં કામ કરતાં મુળ મધ્યપ્રદેશના રમેશ સંતોષભાઇ ડાવર (ઉ.વ.૨૧)ને સાંજે સાડા આઠેક વાગ્યે મિલેરીયમ કંપની પાસે હતો ત્યારે કોન્ટ્રાક્ટર રાહુલ, વિષ્ણુ, મહેશ અને તેની સાથેના શખ્સોને પાઇપ-ધોકાથી બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ જતાં મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે મોરબી તાલુકા પોલીસને કરી હતી. રમેશના કહેવા મુજબ પોતે ત્રણેક વર્ષથી મોરબી રહી ફેક્ટરીમાં કામ કરે છે. હાલમાં તે કોન્ટ્રાક્ટર રાહુલ, વિષ્ણુ, મહેશ મારફત એક કંપનીમાં કામે રહ્યો છે. એક મહિનાના બાર હજાર લેખે બે મહિનાનો ચોવીસ હજાર પગાર મારે લેવાનો બાકી હોઇ તેની ઉઘરાણી કરતાં આ લોકોએ પૈસા ન આપી મારમારી કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
