<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

કોડીનારના ઘાંટવડમાં ચુલે રસોઇ બનાવતી વખતે લક્ષ્મીબેન દાઝ્‍યા

રાજકોટ તા. ૨૩: કોડીનારના ઘાંટવડ ગામે રહેતાં લક્ષ્મીબેન રાજાભાઇ ચુડાસમા (ઉ.વ.૫૫) ચુલા પર રસોઇ બનાવતાં હતાં ત્‍યારે કપડાને ઝાળ લાગી જતાં દાઝી જતાં કોડીનાર, જુનાગઢ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ ખેત મજૂરી કરે છે. બનાવ અકસ્‍માતે બન્‍યાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કોડીનાર પોલીસને જાણ કરી હતી.

(11:06 AM IST)