<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

માંગરોળમાં સાયકલને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા મૃત્‍યુ

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ તા. ૨૩ :.  માંગરોળમાં શીફા હોસ્‍પિટલ પાસે આવેલ હસનીયા સોસાયટીમાં રહેતો ૨૭ વર્ષીય જુનેદ મોહમ્‍મદ હુસેન ચુડલી નામનો યુવાન રવિવારે  માંગરોળમાં બંદર ઝાપા પાસેથી સાયકલ પર બેસીને જઈ રહ્યો હતો ત્‍યારે પૂરઝડપે આવેલા જીજે ૩૨ કે ૯૯૨૩ નંબરના ટ્રેક્‍ટર ચાલકે સાયકલ સહિત યુવાનને હડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ટ્રેક્‍ટર મૂકીને ડ્રાઇવર નાસી ગયો હતો.

ઇજાગ્રસ્‍ત યુવાનને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત  સ્‍થાનિક સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ ફરજ પરના તબીબે યુવાનને તપાસી મળત જાહેર કર્યો હતો. આશાસ્‍પદ યુવકના મળત્‍યુથી એના પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

 આ અક્‍સ્‍માત અંગે મળતક યુવાનના કાકાયુસુફભાઈ કાસમભાઇ ચુડલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્‍ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

(2:20 PM IST)