<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

કચ્‍છના ખાવડાની સીમમાં પ્રૌઢ મહિલા અને દયાપરમાં હોસ્‍પિટલમાં સગીરા ઉપર દુષ્‍કર્મ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ :..  રાજ્‍યમાં મહિલાઓ ઉપર જાતીય અત્‍યાચારના ચિંતાજનક બનાવો બની રહ્યા છે. કચ્‍છ જિલ્લામાં પણ આવા બનાવોમાં ઉછાળો આવ્‍યો છે. ભુજ તા.ના ખાવડા પંથકમાં આવેલ વડલી ગામની સીમમાં એકલતાનો લાભ લઈ ૫૩ વર્ષીય પ્રૌઢ મહિલા ઉપર દુષ્‍કર્મ આચરાયુ હતું. આરોપી તૈયબ મામદ હાલેપોત્રા સામે ભોગ બનનાર પ્રૌઢાએ બળજબરીથી  દુષ્‍કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં લખપત તા.ના દયાપર ગામે જનની હોસ્‍પિટલમાં રૂમમાં આરોપી નાસિર તાલબ નોતિયારે બળજબરીથી દુષ્‍કર્મ આચરી વારંવાર અન્‍ય જગ્‍યાએ પણ દુષ્‍કર્મ આચર્યું હતું. બે વર્ષથી સત્તત જાતીય અત્‍યાચારનો ભોગ બનનાર સગીરા એ ફરિયાદ કરતા પોક્‍સો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસે બંને બનાવમાં તપાસ હાથ ધરી આરોપીઓ ને પકડવાની તજવીજ હાથ ધરી છે.

(11:08 AM IST)