તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
જામનગર જિલ્લાના ‘અકિલા'ના બ્યુરોચીફ મુકુન્દ બદિયાણીનો કાલે ૬૧માં વર્ષમાં પ્રવેશ
જેહી બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈઃ કરૂણાસાગર કીજીએ સોઈ : રામાયણની ચોપાઈને સંપુર્ણપણે ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે

જામનગર, તા.૨૩: જામનગર જિલ્લાના ‘અકિલા' દૈનિકના બ્યુરોચીફ અને અકિલા પરીવારના સદસ્ય, રાજકીય સામાજીક સંસ્થાઓ સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રૂપે સલગ્ન સદસ્ય, જયોતિષ શાખાના અભ્યાસુ-જાણકાર- માર્ગદશક, શ્રી મુકુન્દભાઈ બદિયાણીનો આવતીકાલે ૬૧ મો જન્મ દિવસ છે.
ભરોસો અને ભજન અને એકનિષ્ઠતા આ ત્રિવેણી શબ્દોને સાર્થક રૂપે જીવનમાં ઉતારનાર, પોતે સાધુ નહી પણ સાધુના છે. ....! આ પંકિત અનુસાર પૂ. બાપુ માટે ગૌરવ રાખનાર એવા મુકુન્દભાઈનો કાલે જન્મ દિવસ. પોતાના આરાઘ્ય દેવ ભગવાન સીયારામ પર અગાધ ભરોસોને ભાવ, જય સીયારામ એને જોતા જ લોકોના મુખમાંથી સરી પડે એવો લોકોને આભાસ કરાવનાર વ્યકિતત્વ, શાળામાંથી શીખેલા ઘણા દાખલાઓના સરવાળા સાચા-ખોટા આવ્યા પરંતુ ખુદનાને જરૂરતમંદોને સંસારશાળાના દાખલા ખોટા ન પડે એટલા માટે જયોતિષ શાખાનો ગુઢ અભ્યાસ કરી અનેક લોકોને નિઃસ્વાર્થ માર્ગદર્શન આપ્યું. તેઓએ ર૦૧૭ થી જયોતિષ માર્ગદશન આપવાનું બંધ કર્યું છે. તેઓ જામનગરની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સંઘર્ષ સામર્થ્ય, શકિત, સમજણ, સહારો આ બધા સાત્વીક-તાત્વીક શબ્દોનો સરવાળો એટલે મુકુન્દભાઈ બદિયાણી. જન્મ દિવસ એ બીજા ૩૬પ દિવસના નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે. આ વર્ષ સફળતાના સર્વોચ્ચ શિખર પર પહોંચે તેવી લાગણી સાથે જન્મ દિવસની સ્નેહસભર શુભકામનાઓનો વરસાદ તેમના જન્મ દિવસ નિમિતે તેમના મો.નં.૯૮૭૯૮ ૦પ૬૦૦ ઉપર વરસી રહયો છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
