News of Monday, 23rd December 2024
ઠંડી અને ધુમ્મસ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિલ સ્ટેશન જેવો માહોલ
ગિરનાર ૭.૮, નલીયા ૭.૯, ભુજ ૧૧.ર, જામનગર ૧ર, રાજકોટ ૧ર.૪ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ર૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી અને ધુમ્મસ સાથે આજે સવારે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો.
આજે ગિરનાર ૭.૮, નલીયા ૭.૯, ભૂજ ૧૧.ર, જામનગર ૧ર, રાજકોટમાં ૧ર.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠનાં વાતાવરણમાં જોરદાર પલટો આવતા આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૧ ટકાએ પહોંચી જતા લોકોને કાતિલ ઠારનો સામનો કરવો પડ્યો હતો. ભેજ વધવાની સાથે વાતાવરણમાં ધુમ્મસનું આક્રમણ થયું હતું.
સાયકલોનીક સકર્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૬ ડિસેમ્બરથી કોમોસની વરસાદની શકયતાના કારણે રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે જુનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૧ ટકાએ પહોંચી જતા ગાઢ ઝુમ્મસ છવાઈ ગયું હતું અને તેની સાથે સાથે ઝાકળ વર્ષા પણ થઈ હતી. જૂનાગઢમાં સવારે લઘુતમ તાપમાન ૧૨.૮ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ગિરનાર પર ૭.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગિરનાર પર્વત ઉપર પણ જોરદાર ધુમન્સનું આક્રમણ થતાં સમગ્ર પર્વત વાદળોના આવરણથી ઢંકાઈ ગયો હતો. જેના કારણે પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી.
સવારે ગાઢ ધુમ્મસના પરિણામે માર્ગો પર વાહન વ્યવહારને પણ અસર પહોંચતી હતી. અને હેડ લાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી.
સવારે ૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ કાતિલ અને બરફીલું થઈ ગયું હતું.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગઈકાલે રવિવારે બપોર બાદ વાદળીયું વાતાવરણ રહેતા અને ઠંડો પવન ફૂકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સોમવારે પણ સવારથી જ વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું છે. ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ માં ઠંડક ફેલાઈ ગઈ છે.
ભાવનગર શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૬.૨ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૫૯ ટકા રહ્યું હતું .જ્યારે પવનન ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર, મહતમ રપ., ભેનું પ્રમાણ ૯પ ટકા, પવનની ગતિ ૩.ર કિ.મી. રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર ૭.૮ ડીગ્રી
અમદાવાદ ૧૭.૮ ડીગ્રી
અમરેલી ૧૪.ર ડીગ્રી
બરોડા ૧૯.૮ ડીગ્રી
ભાવનગર ૧૮.૮ ડીગ્રી
ભુજ ૧૧.ર ડીગ્રી
દમણ ૧૯.૪ ડીગ્રી
ડીસા ૧૬.૩ ડીગ્રી
દીવ ૧૬.૦ ડીગ્રી
દ્વારકા ૧૬.૦ ડીગ્રી
કંડલા ૧પ.૦ ડીગ્રી
નલિયા ૭.૯ ડીગ્રી
ઓખા ૧૯.૦ ડીગ્રી
પોરબંદર ૧ર.૮ ડીગ્રી
રાજકોટ ૧ર.૪ ડીગ્રી
સુરત ર૦.ર ડીગ્રી
વેરાવળ ૧૬.૭ ડીગ્રી
જામનગર ૧ર.૦ ડીગ્રી
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
