તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
૯૮ વર્ષની વયે પણ ૪૫મી વાર દ્વારકાની પદયાત્રાઃ રાજસ્થાનના શ્રી ભેરૂ મહારાજનો ૫૫ ભાવિકોનો સંઘ ધ્રોલ આવી પહોંચ્યો

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા.૨૩: તાલુકાના હરીપર ગામે રાજસ્થાન ઉદેપુર જીલ્લાના વલ્લભનગર તાલુકાના નવાનીયા ગામ ખાતે શ્રી રામદેવ આશ્રમ નવાનીયાના શ્રી ૧૦૦૮ ભેૈરૂ મહારાજ મહંત સહિત તુમની સાથેના પંચાવન જેટલા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવેલ.
રાજસ્થાનથી તા.૪/૧૨/૨૪ના રોજ શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જવા માટે નીકળેલ ગુરૂ મહારાજ શ્રીભૈરૂ મહારાજની આગેવાનીમાં આ પપ જેટલા ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનો સાથેની પદયાત્રી યોજીને હરીપર ખાતે પધારેલ.
રાજસ્થાનના શ્રીરામદેવ આશ્રમ નવાનીયાના ગુરૂ મહારાજ શ્રી ભૈરૂ મહારાજ દર વર્ષે દ્વારકા પદયાત્રા સંઘનું આયોજન કરે છે. અને તેઓ ૪૫-૪૫ વર્ષોથી શ્રી દ્વારકાધીશના દર્શને કરવા માટે જાય છે. ગુરૂશ્રી ભૈરૂ મહારાજની ઉંમર હાલમાં ૯૮ વષૃની છે. તેમ છતાં તેઓ આ ૪૫મી વખત પદયાત્રા દ્વારા દર્શન કરવા જઇ રહયા છે. તેઓએ જણાવેલ કે તેમના ઉપર દ્વારકાધીશની કૃપા છે. તેથી આ ઉંમરે પણ તેઓ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તી અને ઝડપથી પદયાત્રા કરી રહેલ છે.
ગોૈસેવક ભરવાડ નારણભાઇ માધાભાઇ લાબરીયા તરફથી આ પદયાત્રીના સંઘને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ ગામના સમસ્ત ભરવાડ સમાજના ભાઇઓ તથા બહેનોએ ગુરૂ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પદયાત્રી સંઘ હરીપરથી પ્રસ્થાન કરીને ધ્રોલ ખાતે ભરવાડ સમાજના મચ્છુ માતાજીના મંદિરે ચા-પાણી અને નાસ્તાનું આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે મહંતશ્રી ભૈરૂ મહારાજના આગમનની જાણ થતા રાજસ્થાનના તેમના જામનગર-રાજકોટ વસતા ભકતો હરીપર ખાતે આવીને તેમના દર્શન કરેલ હતા.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
