<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

વડાળી શ્રી વિહોત માતાજી મંદીરે કાલે શ્રીરામ ચરીત માનસ કથાનો વિરામ

બ્રહ્મલીન મહેશનાથબાપુના આશીર્વાદથી પૂજારી પૂ.કાંતીબાપુની આગેવાનીમાં રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી.વ્‍યાસના વ્‍યાસાસને આયોજીત કથાનો લાભ લેતા ભાવિકો

શ્રી વિહોત માતાજીના સાનિધ્‍યમાં પૂજારી પૂ. કાંતીબાપુની આગેવાનીમાં રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી.વ્‍યાસના વ્‍યાસાસને આયોજીત શ્રી રામચરીત માનસ કથા શ્રવણ તથા શ્રી વિહોત માતાજીના દર્શને ભાવિકો ઉમટે છે. શ્રી રામકથામાં કેવટ પ્રસંગ, શબરી પ્રસંગ, ભરત મિલાપ સહિતના ઉત્‍સવો ઉજવાયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા., ર૧: ભાવનગર હાઇવે ઉપર આવલ વડાળીના શ્રી વિહોત માતાજીના મંદીરે બ્રહ્મલીન પૂ. મહેશનાથબાપુના આશીર્વાદથી અને પુજારી પૂ.કાંતીબાપુની આગેવાનીમાં રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી.વ્‍યાસના વ્‍યાસાસને આયોજીત શ્રી રામચરીત માનસ કથામાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહયા છે અને શ્રીરામ ચરીત માનસ કથામાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહયા છે અને કથા શ્રવણ તથા શ્રી વિહોત માતાજીના દર્શન અને  પુજારી પૂ.કાંતીબાપુના આશીર્વાદ લઇને ધન્‍યતા અનુભવી રહયા છે.

શ્રી રામચરીત માનસ કથામાં કેવટ પ્રસંગ, શબરી પ્રસંગ, ભરત મિલાપ સહીતના ઉત્‍સવો ભાવિકોની હાજરીમાં ઉત્‍સાહપુર્વક ઉજવાયા હતા. શ્રી રામચરીત માનસ કથા કાલે વિરામ લેશે. દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો કથા શ્રવણ, માતાજીના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઇ રહયા છે.

વધુ વિગત માટે શ્રી વિહોત માતાજી મંદીરના પુજારી પૂ.કાંતીબાપુના (મો.૯૯૧૩૧ ૩૧૭ર૮) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(12:05 PM IST)