તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 23rd December 2024
ભાવનગરની લાલાટીમબા ગોૈશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો

( મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૩: તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા પવનચક્કી નજીક એક દીપડા નો મળતદેહ મળ્યો હતો. જે ફોટા વાયરલ થયા હતા એ જોતા અર્ધડાટેલ હોવાનું સામેં આવ્યું હતું.ગ્રામજનો ની વાત,ફોરેસ્ટ ની તપાસ ને લઈ મોત ને લઈ અનેક સવાલો ઉભાથયા છે.
સિંહ ના ગાય પર હુમલા ની ઘટના આજે સવારે સામે આવી હતી.નજીકના દાતરડ ભેગાળી ગામ વચ્ચે લાલ ટીમબા આશ્રમ ખાતે આવેલ ગૌશાળા ની ગાય પર બે સિંહ એ આવી ને હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં આ પ્રકાર ની પ્રથમ ઘટના બની હતી.આર.એફ.ઓ રાજુ ઝીંઝુવાડિયા એ જણાવ્યું હતુંકે બે પાઠડા સિંહ રાજસ્થળી તરફ થી આવ્યા છે.તેણે ગાયને ઇજા કરી છે.
બીજી દીપડાના મોત ની ઘટના સામે આવી છે.આ મોત ને લઈ ઉચ્ચ અધિકારીઓ તપાસ મા જોતરાય તેવી શકયતા વચ્ચે જે વિગતો સામે આવી છે તેમા મથાવડા ગામની ખુલ્લી જમીન મા એક દીપડા નો મળતદેહ ગ્રામજનો ની નઝરે ચડ્યો હતો. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતુ કે બપોરે ત્રણેક વાગ્યા ના અરસામાં વિદ્યાર્થીઓ આ તરફ થી નીકળ્યા ત્યારે તેમની નજરે મળત દીપડો મળ્યો હતો. જેને લઈ ગ્રામજનો દોડી ગયા હતા.
જે ફોટાઓ સામે આવી રહ્યા છે તે જોતા દીપડા નું મસ્તક,આગળ પાછળ નો એક એક પગ જમીનમાં દાટેલ હોવાનું જોવા મળેલ.ચર્ચા એવી હતીકે કોઈ સ્થળે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય અને અહીં આવી ને દાટી અથવા તો નાખી ગયા હોય!.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ જણાવ્યુ હતુંકે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય તો રૂંવાટી બળી જાય તેવા કોઈ ચિホો જોવા મળતા નથી.પ્રાથમિક તારણ એવું માનવામાં આવે છેકે ઇન ફાઈટ અથવા તો અકસ્માત ને લઈ ગંભીર ઇજાઓ થઈ હોય બાદ અહીં આવતા દીપડા એ દમ તોડી દીધો હોય.જોકે દીપડા ના મળતદેહ ને રાણીગાળા એનીમલ કેર સેન્ટર ખાતે પી.એમ અર્થે લઈ જવામા આવશે.પી.એમ રિપોર્ટ મા દીપડા ના મોત નું સાચું કારણ જાણવા મળશે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
